રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં સતત ઘટાડો

રાજ્ય સરકારનું સૂત્ર છે બેટી બચાવો પણ રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 1 હજાર પુરૂષોએ 924 મહિલાઓનો સેક્સ રેસિયો નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ગામડા, નગરપાલિકા વિસ્તાર અને રાજકોટ શહેરના 4 વોર્ડ વિસ્તાર સહિત 186 વિસ્તારમાં સેક્સ રેશીયો ખૂબ જ ઓછો નોંધાયો છે. જેમાં સૌથી ઓછો ગોંડલ તાલુકાના પડવલા ગામે નોંધાયો છે.

Trending news