શ્રાવણની શરૂઆત: પ્રથમ દિવસે કરો સોમનાથ મહાદેવની સાધના

આજ થી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. ચાતુર્માસનો પહેલો મહિનો શ્રાવણ ભગવાન શંકરની આરાધનાનો મહિનો છે. આ મહિનામાં ભક્તો પોતાના પ્રિય ભોલેનાથની અલગ અલગ પ્રકારે પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો, તેમના આશિર્વાદ લેવાનો પ્રયાસ કરે છે. શ્રાવણ માસમાં ચાર સોમવાર, 3 વખત સર્વાર્થસિદ્ધિ યોગ, 5 વખત રવિયોગ અને 1 વાર અમૃતસિદ્ધિ યોગ બની રહ્યો છે. જણાવી દઈએ કે ગુજરાતી શ્રાવણ માસ હજુ 15 દિવસ બાદ શરૂ થશે. પવિત્ર શ્રાવણ માસ 17 જુલાઈ બુધવારથી શરૂ થઈ રહ્યો છે અને 15 ઓગસ્ટે ગુરુવારે સમાપન થશે.

Trending news