અમદાવાદ: જુઓ પીરાણા ડમ્પિંગ યાર્ડનો કચરાનો પહાડ કઈ રીતે થશે દૂર?

અમદાવાદ શહેરની પીરાણા ડમ્પ સાઇટ એટલે એક એવી જગ્યા કે સમગ્ર શહેરનો કચરો એકઠો થાય છે. છેલ્લા 40 વર્ષ કરતા વધુ સમયથી એકઠા થતા કચરાના કારણે હાલમાં પીરાણાની 85 એકર જમીનમાં 90 લાખ ટન કચરો જમા થયો છે. જે દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશને પીરાણા ડમ્પ સાઇટનું બાયોમાઇનીંગ વર્ક શરૂ કરાવી દીધું છે.કચરાના ઢગલાને ધીમે ધીમે તોડાઇ રહ્યો છે.3 મહિનામાં 4 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે..ખાનગી કંપનીની મદદથી પ્રોજેક્ટ શરૂ કરાયો છે.જેમાં દૈનિક 1000 ટન કચરાનું પ્રોસેસિંગ થાય છે.

Trending news