અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે કંથરજીના મુવાડા ગામે ચક્કાજામ

અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે કંથરજીના મુવાડા ગામે ચક્કાજામ કરવામાં આવ્યો છે. વાહનોથી ધમધમતા નેશનલ હાઇવે ગ્રામજનો દ્વારા બંધ કરાતા હજારો વાહનચાલકો અટવાયા હતા. વર્ષોથી સર્વિસ રોડની માંગણી છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં આંદોલન કરવામાં આવ્યું હતું. ગામમાં સર્વિસ રોડ ન હોવાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની વાત કરવામાં આવી રહી છે. હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના લીધે અકસ્માતો થઈ રહ્યા છે. એજન્સીને માત્ર ટોલ ઉગરાવવામાં જ રસ, હાઇવે ઓથોરિટી ને પણ આંખ આડા કાન

Trending news