સ્વાઇન ફ્લૂનો વધુ એક શંકાસ્પદ કેસ આવ્યો સામે, આરોગ્ય વિભાગ થયું દોડતુ

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ડેન્ગ્યુના પ્રકોપ બાદ હવે સ્વાઈન ફ્લુના દર્દીઓ સામે આવી રહ્યા છે. ચાલુ સિઝનમાં બીજો અને અમદાવાદ સિવિલમાં પ્રથમ શંકાસ્પદ દર્દીને સારવાર માટે દાખલ કરાયો છે. સિવિલમાં સ્વાઇન ફ્લુના દર્દીઓ માટે અલગથી આઇસોલેશન વોર્ડ બનાવાયો છે. મહેસાણા બેચરાજીના 40 વર્ષીય પુરુષ દર્દીને હાલ આઇસોલેશન વોર્ડમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. આ અગાઉ આ સીઝનમાં સ્વાઈન ફ્લુનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં નોંધાયો હતો.

Trending news