અમદાવાદમાં બનશે 7 નવા ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા થશે દૂર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદમાં 7 નવા ઓવરબ્રીજ – રિલ્વેબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.

Trending news