જૂનાગઢના લાલપુર પાસે ખાનગી બસનો અકસ્માત, 4ના મોત

જૂનાગઢના વિસાવદરના લાલપુર પાસે ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનસ્થળે ચારના મોત નિપજ્યા છે. ખાનગી સિટી રેઇડ બસ પલ્ટી મારી ગઈ હતી. વિસાવદરના લાલપુરના શિવતળી પાસે ગોઝારી ઘટના બની હતી. ઘાયલોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જૂનાગઢ ધારાસભ્ય હર્ષદ રીબદિયા તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોનું રેસ્ક્યૂ કરી હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

Trending news