નમસ્તે ટ્રંપ: સુરતમાં PM મોદી અને ટ્રંપની 3D ઈફેક્ટથી બનાવાઈ રંગોળી

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ અને પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં થ્રી ડી ઈફેક્ટથી ખાસ રંગોળી બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપની 20 બાય 20ની રંગોળી બનાવવા માટે 15 કલાકની મહેનત લાગી છે. 5 કલાકારોએ 12 રંગોનો ઉપયોગ કરીને મનમોહક રંગોળી તૈયાર કરી છે. ZEE 24 કલાક પર તમે આ રંગોળીની એક્સક્લુઝિવ ઝલક જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર એવી આ રંગોળી ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે.

Trending news