આજથી રાજ્યની 16 ચેકપોસ્ટને લાગ્યા તાળા

ગુજરાત સરકાર દ્વારા ગત મધરાત્રીથી ગુજરાતની 16 જેટલી તમામ આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાના લેવામાં આવેલા મહત્વના નિર્ણય ની આજથી અમલવારી શરૂ થઇ છે. જેના ભાગરૂપે જામનગર ખાતે આવેલ જામનગર ખંભાળીયા હાઇવે પરની rto ચેક પોસ્ટ પણ આજથી નાબૂદ થઈ ગઈ છે. આરટીઓ ચેક પોસ્ટ પર થતા ભ્રષ્ટાચારો પણ હવે બંધ થશે અને કલાકો સુધી હાઇવે પર ભારે વાહનોના ટ્રાફિક જામના દ્રશ્યો પણ દૂર થશે.

Trending news