આ છે દુનિયાનો પ્રથમ જિલ્લો જ્યાં શરૂ થઇ 5G સર્વિસ, 4G કરતાં ઘણી ફાસ્ટ છે ડાઉનલોડ સ્પીડ

આ છે દુનિયાનો પ્રથમ જિલ્લો જ્યાં શરૂ થઇ 5G સર્વિસ, 4G કરતાં ઘણી ફાસ્ટ છે ડાઉનલોડ સ્પીડ

ચીનના શહેર શાંઘાઇએ શનિવારે દાવો કર્યો કે તે 5G કવરેજ અને બ્રોડબેંડ ગિગાબિટ નેટવર્કવાળો દુનિયાનો પ્રથમ જિલ્લો બની ગયો છે. 5G નેક્સટ જનરેશનની સેલ્યૂલર ટેક્નોલોજી છે. 5G ની 4G ના મુકાબલે 10 થી 100 ગણી ઝડપી ડાઉનલોડ સ્પીડ છે. ચીન 5G ના મામલે અમેરિકા સહિત દુનિયાથી આગળ નિકળવાની હોડમાં લાગેલો છે. ચીનના સરકારી સમાચાર પત્ર ચાઇના ડેલીના સમાચાર અનુસાર શાંઘાઇએ 5G કવરેજ અને બ્રોડબેંડ ગિગાબિટ નેટવર્કવાળો વિશ્વનો પ્રથમ જિલ્લો બનવાનો દાવો કર્યો છે. 

શાંઘાઇના હોંગકોઉમાં શરૂઆત થઇ
સમાચાર અનુસાર 5G નેટવર્કના ટેસ્ટિંગને ચીનની સરકારી ટેલિકોમ કંપની ચાઇના મોબાઇલનું સમર્થન પ્રાપ્ત થયું હતું. તેનું સત્તાવર ઓપરેશન શાંઘાઇના હોંગકોઉમાં શનિવારે શરૂ કરવામાં આવ્યું. સંપૂર્ણપણે કવરેજ સુનિશ્વિત કરવા માટે ત્યાં ગત ત્રણ મહિનાથી 5G બેસ-સ્ટેશન લગાવવામાં આવી રહ્યા છે. ચાઇના ડેલીએ કહ્યું કે શાંઘાઇના વાઇસ-મેયર વુ ક્વિંગએ પહેલાં 5G ફોલ્ડેબલ ફોન હુઆવેઇ મેટ એક્સ વડે 5G વીડિયો કોલ કર્યો.

સિમકાર્ડ બદલ્યા વિના મળશે સર્વિસનો ફાયદો
એ પણ કહેવામાં આવ્યું છે કે ઓપરેટિંગ શરૂ થયા બાદ ગ્રાહકો સિમકાર્ડ બદલ્યા વિના 5G સર્વિસનો ફાયદો ઉઠાવી શકશે. 5G સર્વિસ શરૂ થવાના ફાયદાનો અંદાજો તમે તેના દ્વારા લગાવી શકો છો કે હવે જે ફિલ્મ તમે મિનિટોમાં ડાઉનલોડ કરી શકો છો, તેને 5G આવ્યા પછી સેકંડોમાં ડાઉનલોડ કરી શકાશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news