હવે WhatsApp પર તમે Online દેખાશો નહીં, આવી ગયું ખુબ જરૂરી ફીચર
નવા અપડેટ દ્વારા પણ વોટ્સએપે આ પ્રકારનું ફીચર જારી કર્યું છે. ફીચર પ્રમાણે કોઈ એવી વ્યક્તિ તમને વોટ્સએપ પર મેસેજ મોકલે છે, જેની સાથે તમે પહેલાં ક્યારેય ચેટ કર્યું નથી તો તેને તમારૂ લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટસ દેખાશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ વોટ્સએપે પોતાના યૂઝર્સ માટે એક નવું સિક્યોરિટી અપડેટ જાહેર કર્યું છે. સિક્યોરિટી ફીચર્સ દ્વારા વોટ્સએપ હંમેશા પોતાના યૂઝર્સની ચેટ, સ્ટેટ્સ, પ્રોફાઇલ પિકચર જેવી જાણકારી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. નવા અપડેટ દ્વારા પણ વોટ્સએપે આ પ્રકારનું ફીચર જારી કર્યું છે. ફીચર પ્રમાણે કોઈ એવી વ્યક્તિ તમને વોટ્સએપ પર મેસેજ મોકલે છે, જેની સાથે તમે પહેલાં ક્યારેય ચેટ કર્યું નથી તો તેને તમારૂ લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટસ દેખાશે નહીં.
વોટ્સએપના આ ફીચરનો ખુલાસો એક ટ્વિટર પોસ્ટ દ્વારા થયો છે. ટ્વિટર પર એક યૂઝરે વોટ્સએપને પૂછ્યું કે શું કોઈને એવી સમસ્યા આવી રહી છે જેમાં તે કોન્ટેક્ટ્સનું Last Seen ચેક કરી શકતો નથી. જવાબમાં એક યૂઝરે તે મામલામાં વોટ્સએપ સપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં નવા સિક્યોરિટી ફીચર વિશે જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ આ છે Jio-Airtel-Vi ના સૌથી સસ્તા પ્રીપેડ પ્લાન્સ! ઓછી કિંમતમાં મળી રહ્યાં છે દમદાર ફાયદા
તેમાં વોટ્સએપે લખ્યું- અમારા યૂઝર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટીમાં સુધાર કરવા માટે, જેને તમે જાણતા નથી કે જેની સાથે વોટ્સએપ ચેટ થયું નથી, તે લોકો માટે તમારૂ લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટસ જોવું મુશ્કેલ બની રહ્યું છે. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે નવું પ્રાઇવેસી ફીચર યૂઝર્સના મિત્રો, પરિવાર અને એવા અન્ય લોકો માટે કંઈ બદલશે નહીં, જેની સાથે તે પહેલાથી ચેટ કરી ચુક્યા છે.
નવા પ્રાઇવેસી ફીચરનો શું થશે ફાયદો?
નવા પ્રાઇવેસી ફીચર ઘણા લોકોને કન્ફ્યૂઝિંગ લાગી શકે છે, પરંતુ તેને લાવવાનું એક મહત્વપૂર્ણ કારણ છે. ઓછા લોકો જાણતા હતા કે એવી ઘણી થર્ડ પાર્ટી એપ્સ છે જે વોટ્સએપ કોન્ટેક્ટની લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટસ ચેક કરી શકે છે. પોતાના યૂઝર્સની સિક્યોરિટી માટે વોટ્સએપે આ પ્રાઇવેસી ફીચર જાહેર કર્યું છે. આ સિવાય તે અજાણ્યા લોકોથી પણ તમારી જાણકારી સુરક્ષિત રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે