Xiaomi Smart Band 7 Pro લોન્ચ, મળશે ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે અનેક શાનદાર ફીચર્સ

Xiaomi એ એક નવું હેન્ડ બેન્ડ લોન્ચ કર્યું છે, જે આકર્ષક ફીચર્સ સાથે આવે છે. તેમાં બિલ્ટ ઈન GPS આપવામાં આવ્યું છે. એટલે કે આ બેન્ડ સાથે દરેક જગ્યાએ નેવિગેશન માટે તમારે ફોનની જરૂર નહીં પડે. તેમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લેની સુવિધા પણ છે.

Xiaomi Smart Band 7 Pro લોન્ચ, મળશે ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે અનેક શાનદાર ફીચર્સ

Xiaomi Smart Band 7 Pro: સ્માર્ટ ગેજેટ કંપનીઓ નવી નવી સ્માર્ટબેન્ડ લોન્ચ કરી રહી છે. તેવામાં લોકો બજેટ સ્માર્ટબેન્ડ કે જેમાં શાનદાર ફીચર્સ મળે છે તેવી વોચ લેવાનું પસંદ કરતા હોય છે. શાઓમી લોકો માટે ફરી એકવાર બજેટ સ્માર્ટબેન્ડ લાવી છે. જેનું નામ છે Xiaomi Smart Band 7 Pro. કંપની પહેલા આ સ્માર્ટબેન્ડને ચીની માર્કેટમાં લોન્ચ કરી ચુકી છે. જો કે હવે આ બેન્ડની એન્ટ્રી ગ્લોબલ માર્કેટમાં કરવામાં આવી રહ્યું છે. શાઓમીની સ્માર્ટબેન્ડમાં AMOLED સ્ક્રિન આપવામાં આવી છે. જે ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે આવે છે. કંપનીએ પહેલીવાર આ ફીચર કોઈ બેન્ડમાં આપ્યું છે. આ સાથે જ સ્માર્ટબેન્ડમાં બિલ્ટ-ઈન GPS પણ મળે છે. 

Xiaomi Smart Band 7 Proની કિંમત-
Xiaomiના આ બેન્ડની કિંમત 99 યુરો (લગભગ 8000 રૂપિયા) છે. કંપનીએ તેને બ્લેક અને વ્હાઇટ એમ બે કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. જો કે, તમને ઘણા રંગીન સ્ટ્રેપનો વિકલ્પ પણ મળશે. તમે ઓરેન્ડ, ગ્રીન, ગ્રે અને અન્ય રંગોમાં સ્ટ્રેપ ખરીદી શકો છો. અહેવાલો અનુસાર, કંપની ટૂંક સમયમાં આ બેન્ડને ભારતમાં પણ લોન્ચ કરી શકે છે. 

Xiaomi Smart Band 7 Proના સ્પેસિફિકેશન્સ-
Xiaomi Smart Band 7 Proમાં 1.64-ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રિન 280 x 456 પિક્સેલ્સ રિઝોલ્યુશન અને 326 PPI ડેન્સિટી છે. તેમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લેની સુવિધા છે, જેની મદદથી તમે સ્ક્રીનને ટચ કર્યા વિના પણ સમય જોઈ શકો છો. આ બેન્ડમાં મેટલ ફ્રેમ આપવામાં આવી છે.

Smart Band 7 Proમાં ઇન-બિલ્ટ GPS આપવામાં આવ્યું છે. આની મદદથી, તમારે નેવિગેશન માટે આખો સમય ફોનની જરૂર પડશે નહીં. બેન્ડમાં GPS, GLONASS, Galileo, Beidou અને QZSS સપોર્ટેડ છે. આ સિવાય Xiaomiના બેન્ડમાં તમને 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ મળે છે. 10 ચાલી રહેલા ટ્રેનિંગ કોર્સનો પણ સમાવેશ થાય છે.

Xiaomi Smart Band 7 Proમાં ક્વિક રિલીઝ સ્ટ્રેપ આપવામાં આવ્યો છે. આ સિવાય બિલ્ટ-ઇન એલેક્સા, 5ATM વોટર રેઝિસ્ટન્સ, હાર્ટ રેટ સેન્સર, SpO2 સેન્સર અને સ્લીપ મોનિટરિંગ આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ ડિવાઈસને સિંગલ ચાર્જ પર 12 દિવસ સુધી વાપરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news