શરૂ થઇ ગયો Xiaomi Redmi Note 7 નો સેલ, અહીં મળશે સૌથી પહેલાં

Redmi Note 7 ખરીદ્યા બાદ જો તમે જિયોની ઓફર મેળવવા માંગો છો તો તમારે તમારા જિયો સિમને 398 રૂપિયાથી ઉપરનું રિચાર્જ કરાવવું પડશે.

શરૂ થઇ ગયો Xiaomi Redmi Note 7 નો સેલ, અહીં મળશે સૌથી પહેલાં

નવી દિલ્હી: જો તમારે પણ શાઓમીના રેડમી નોટ 7 (Xiaomi Redmi Note 7)ને ખરીદવાનું મન છે તો આજે સારી તક છે. ભારતમાં આ 6 માર્ચના રોજ પહેલીવાર વેચાણ કરવામાં આવશે. Redmi Note 7 નો આ સેલ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ, Mi ના ઓનલાઇન સ્ટોર અને Mi Home Store પર બપોરે 12 વાગે શરૂ થશે. શાઓમીએ આ ફોનને ગત અઠવાડિયે લોન્ચ કર્યો હતો. ઓછી કિંમત છતાં Xiaomi એ આ ફોનમાં FullHD+ વોટરડ્રોપ સ્ટાઇલ નોચ ડિસ્પ્લે અને સ્નૈપડ્રૈગન 660 પ્રોસેસર આપ્યું છે.

Note 7 ની કિંમત અને ઓફર્સ
Redmi Note 7 ને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 3GB રેમ સાથે 32GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 9,999 રૂપિયા છે. તો બીજું વેરિએન્ટ 4GB રેમ અને 64GB સ્ટોરેજથી સજ્જ છે. જેની કિંમત 11,999 રૂપિયા છે. કંપનીના લેટેસ્ટ રેડમી સ્માર્ટફોન ઓનિક્સ બ્લેક, રૂબી રેડ અને સૈફાયર બ્લૂ કલર ઓપ્શનમાં મળશે. ઓફર્સની વાત કરીએ તો રિલાયન્સ જિયોએ શાઓમીના આ સ્માર્ટફોન માટે પાર્ટનરશિપ કરી છે. જેમાં Xiaomi Redmi Note 7 સીરીઝ ખરીદતાં ડબલ ડેટા અને ઇંસ્ટટ કેશબેક આપી રહ્યું છે. આજે આ 6 માર્ચથી ફ્લિપકાર્ટ, Mi.com અને Mi Home stores દ્વારા આ સ્માર્ટફોનનું વેચાણ કરવામાં આવશે. 
रेडमी नोट 7, xiaomi redmi Note 7, redmi Note 7, redmi Note 7 sale, redmi Note 7 specification
Samsung એ લોન્ચ કર્યો વધુ એક ધાંસૂ સ્માર્ટફોન, 7 માર્ચથી મળશે ઓનલાઇન

આ રીતે મળશે જિયો અને એરટેલની ઓફર
Redmi Note 7 ખરીદ્યા બાદ જો તમે જિયોની ઓફર મેળવવા માંગો છો તો તમારે તમારા જિયો સિમને 398 રૂપિયાથી ઉપરનું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસની છે અને આ દરમિયાન ડેલી 4GB ડેટા મળશે. જિયો યૂજર્સને આ ઉપરાંત 2400 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. એરટેલ પણ પોતાના યૂજર્સને આ સ્માર્ટફોનને ખરીદતાં ડબલ ડેટા આપી રહી છે. તેમાં તમારે 249 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 

Redmi Note 7 ના ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ
Redmi Note 7 માં 6.3 ઇંચની ફૂલ એચડી+ડિસ્પ્લે જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન છે. ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેના રિયરમાં 12MP+2MP નો કેમેરા સેટઅપ છે. તો Redmi Note 7 Pro માં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં પણ 6.3 ઇંચની ફૂલ એચડી+ડિસ્પ્લે છે. ફોનના બેકમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ છે. સ્માર્ટફોનના બેકમાં 48MP+5MP નું સેંસર આપવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news