ખુશખબરી, Redmi 5Aનો ઓપન સેલ શરૂ, માત્ર 200 રૂપિયાના માસિક હપ્તે

જો તમે પણ ગત કેટલાક દિવસોથી શાઓમી રેડમી 5A ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારી તક છે

ખુશખબરી, Redmi 5Aનો ઓપન સેલ શરૂ, માત્ર 200 રૂપિયાના માસિક હપ્તે

નવી દિલ્હી: અગ્રણી મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)ની એંટ્રી લેવલ સ્માર્ટફોન રેડમી 5A (Redmi 5A) 7 હજારથી ઓછા બજેટમાં સારો ઓપ્શન છે. પરંતુ વધતી જતી ડિમાંડના લીધે આ ફોન ગ્રાહકો માટે ખરીદવો મુશ્કેલ થઇ રહ્યો છે. જો તમે પણ ગત કેટલાક દિવસોથી શાઓમી રેડમી 5A ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારી તક છે અને તમે તેને ફ્લિપકાર્ટ પર 13 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગે ખરીદી શકો છો. રેડમી 5A ઉપરાંત રેડમી નોટ 5 પ્રો પણ ઓપન સેલમાં ઉપલબ્ધ હશે. જોકે ફ્લિપકાર્ટ પર બંને ફોનના વેચાણ માટે ઓપન સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે કે હવે તમારે ફ્લેશ સેલની રાહ જોવી નહી પડે.

રેડમી 5A અને રેડમી નોટ 5 પ્રોની કિંમત
રેડમી 5A (Redmi 5A) અને રેડમી નોટ 5 પ્રો (Redmi Note 5 Pro) બએ પ્રકારના સ્ટોરેજ વેરિએન્ટમાં મળી રહ્યા છે. 2 GB રેમ અને 16 GB સ્ટોરેજ સાથે આવનાર રેડમી 5A 5,999 રૂપિયામાં અને 3 GB રેમ અને 32 GB સ્ટોરેજવાળા રેડમી 5Aની કિંમત 6,999 રૂપિયા છે. આ ઉપરાંત 4 GB રેમ તથા 64 GB સ્ટોરેજવાળા રેડમી નોટ 5 પ્રોની કિંમત 14,999 રૂપિયા છે. આ ઉપરાંત 6 GB રેમ અને 64 GB વાળા વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. 

જિયો યૂજર્સને 2200નું કેશબેક
બંને જ ફોનને તમે www.mi.com ઉપરાંત www.flipkart.com પરથી ખરીદી શકો છો. Redmi 5Aની ઓફરની વાત કરીએ તો તમે તેને 200 રૂપિયાના માસિક હપ્તે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. જો તમારી પાસે એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો તમે 5 ટકા વધુમાં વધુ 200 રૂપિયાનું કેશબેક મળશે. જિયો યૂજર્સને 2200 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. આ કેશબેક રિચાર્જ વાઉચર્સ તરીકે આપવામાં આવશે. 

સ્પેશિફિકેશન
Redmi 5A માં 5 ઇંચની એચડે ડિસ્પ્લે અને ક્વાડ-કોર ક્વાલકૈમ સ્નૈપડ્રૈગન 425 પ્રોસેસર છે. ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલ રિયર અને 5 MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. એંડ્રોઇડ 7.1.2 નોગટ સાથે આવનાર Redmi 5Aમાં 3,000 mAh ની બેટરી છે. Redmi 5 પ્રોમાં 5.99 ઇંચની ફૂલ એચડી+ડીસ્પ્લે છે. તેમાં ક્વાલકૈમ સ્નૈપડ્રૈગન 636 SoC ઓક્ટાકોર પ્રોસેસર છે. આ ફોનમાં 12 MP અને 5 MPનો ડ્યુલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news