Xiaomi જલદી ભારતમાં લોન્ચ કરશે Mi 11 Lite NE, ફોનમાં મળશે આકર્ષક ફીચર્સ અને ખાસ સુવિધા

Mi 11 Lite NE હેન્ડસેટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G ચિપસેટની સાથે આવી શકે છે. સંભાવના છે કે  Mi 11 Lite NE, Mi 11 Lite 5G ની સમાન હાર્ડવેયરનો ઉપયોગ કરી શકે છે. 

Xiaomi જલદી ભારતમાં લોન્ચ કરશે Mi 11 Lite NE, ફોનમાં મળશે આકર્ષક ફીચર્સ અને ખાસ સુવિધા

નવી દિલ્હીઃ Xiaomi પહેલાથી Mi 11 Lite 4G અને Mi 11 Lite 5G ને ઘણી બજારોમાં વેચી રહ્યું છે. ત્યારબાદ હવે કંપનીએ વધુ એક ફોન માર્કેટમાં લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ જાણકારી એક પોપ્યુલર ટિપસ્ટર Kacper Skrzypek નો દાવો છે કે કંપની ભારતીય બજાર માટે વધુ એક  Mi 11 Lite વર્ઝન પર કામ કરી રહી છે, જેને Mi 11 Lite NE કહેવામાં આવશે. ટિપસ્ટર અનુસાર NE વેરિએન્ટનું કોડનેમ 'લિસા છે' અને તેનો મોડલ નંબર  2109119DI છે. આ મોડલને પહેલા ભારતીય માનક બ્યૂરો (BIS)  પાસેથી સર્ટિફિકેશન મળી ચુક્યુ છે. 

Mi 11 Lite NE ના સંભાવિત સ્પેસિફિકેશન
Mi 11 Lite NE હેન્ડસેટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G ચિપસેટની સાથે આવી શકે છે. સંભાવના છે કે  Mi 11 Lite NE, Mi 11 Lite 5G ની સમાન હાર્ડવેયરનો ઉપયોગ કરી શકે છે. હાલ Mi 11 લાઇટ NE વિશે આટલી જાણકારી મળી છે. હાલમાં રિપોર્ટ અનુસાર Xiaomi Mi 11 Lite 4G ને બંધ કરી રહ્યું છે અને Mi 11 લાઇટ NE (નવા યુગ)ને રજૂ કરી રહ્યું છે. પરંતુ લાઇટ NE ફોનમાં ફીચર્સ Mi 11 લાઇટ 5G જેવા હોઈ શકે છે. 

Mi 11T સિરીઝ 120Hz OLED સ્ક્રીનની સાથે આવશે
Mi 10T અને Mi 10T Pro એ પાછલા વર્ષની શરૂઆતમાં 144Hz રિફ્રેશ રેટની સાથે આવ્યો પરંતુ તેમાં LCD સ્ક્રીન છે. Mi 11T Pro, ને હાલમાં SIRIM અને FCC સર્ટિફિકેશન મળ્યું હતું. જાણીતા ટિપસ્ટર DigitalChatStation નું કહેવું છે કે Mi 11T સિરીઝ 144Hz LCD ડિસ્પ્લેની જગ્યાએ 120Hz OLED સ્ક્રીનથી લેસ હશે. આપણે તે અનુમાન લગાવી શકીએ કે તેમાંથી એક મોડલ સ્નેપડ્રેગન 870 SoC ની સાથે આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news