100MP કેમેરાની સાથે આવશે Xiaomi Mi 10, મળશે પંચ-હોલ AMOLED ડિસ્પ્લે
અફવા છે કે શાઓમી Mi 10માં કંપની 66 વોટનું ફાસ્ટ ચાર્જિંગની સાથે 4500mAhની બેટરી આપી શકે છે. સાથે તે વાતની પણ ઘણી આશા છે કે આ ફોનમાં 30 વોટની વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી આપી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ Xiaomi Mi 10 ને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. કંપની જલદી આ ફ્લેગશિપ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. ફોન વિશે આવેલા કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ 5G કનેક્ટિવિટી અને સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે આવશે. ફોન વિશે હજુ કેટલિક જાણકારી બહાર આવી છે જેમાં તેના કેટલાક ફીચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચીનના એક ડિજિટલ બ્લોગરે શાઓમી Mi 10ના કેટલાક ફીચરને લીક કર્યાં છે. જાણવા મળી રહ્યું છે કે આ ફોન પંચ-હોલ AMOLED ડિસ્પ્લે અને 90Hz ના રિફ્રેશ રેટની સાથે આવશે. લીક પ્રમાણે Mi 10માં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે, જેમાં 100 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર કેમેરા આપવામાં આવી શકે છે. કેટલાક અન્ય રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે Mi 10નો કેમેરા પરફોર્મંસ અપકમિંગ સેમસંગ Galaxy S20 અલ્ટ્રાની ટક્કરનો હશે. 100 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે આવનારો આ શાઓમીનો બીજો ફોન હશે. આ પહેલા શાઓમીએ Mi Note 10ને લોન્ચ કર્યો હતો જે 108 મેગાપિક્સલ કેમેરાની સાથે આવે છે.
મળશે 66 વોટનું ફાસ્ટ ચાર્જિંગ
અફવા છે કે શાઓમી Mi 10માં કંપની 66 વોટનું ફાસ્ટ ચાર્જિંગની સાથે 4500mAhની બેટરી આપી શકે છે. સાથે તે વાતની પણ ઘણી આશા છે કે આ ફોનમાં 30 વોટની વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી આપી શકાય છે.
41 હજાર રૂપિયા હોઈ શકે છે શરૂઆતી કિંમત
શાઓમી ઈન્ડસ્ટ્રીઝ ઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટના પાર્ટનર પેન જ્યૂટેંગ પ્રમાણે Mi 10 4000 યુઆન (આશરે 41 હજાર રૂપિયા)ની શરૂઆતી કિંમતની સાથે આવી શકે છે. ફોનના રિલીઝની વાત કરીએ તો આશા કરવામાં આવી રહી છે કે શાઓમી પોતાના આ ફ્લેગશિપ સ્માર્ટફોનને આગામી મહિને લોન્ચ કરી શકે છે. ફોનને સૌથી પહેલા ચીનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં એક પોસ્ટર લીગમાં Mi 10ની ડિઝાઇનની પણ માહિતી સામે આવી હતી. પોસ્ટર અનુસાર આ ફોન Mi Mix Alphaની ડિઝાઇનથી પ્રેરિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે