Mi Pay ભારતમાં થઇ લોન્ચ, Google Pay, Phone Pe, Paytm ને મળશે પડકાર
Trending Photos
નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi એ ભારતીય બજારમાં UPI આધારિત મોબાઇલ પેમેંટિગ સેવા લોન્ચ કરી દેવામાં આવી છે. 19 માર્ચના રોજ UPI એ પોતાના બજેટ સ્માર્ટફોન Redmi Go સાથે જ તેને પણ લોન્ચ કરી દેવામાં આવી છે. આ મોબાઇલ પેમેંટિંગ સેવા શરૂ થતાં પહેલાં જ ઉપલબ્ધ Google Pay, Phone Pay, Paytm, Amzon Pay જેવા મોબાઇલ વોલેટ અને પેમેંટિંગ સેવાઓને પડકાર મળશે. Xiaomi એ આ સેવાને લોન્ચ કર્યા બાદ આશ્વસ્ત કર્યું છે કે તે કંઝ્યૂમર ડેટા લોકેલાઇઝેશનની જરૂરિયાતોને પુરી પાડશે. Mi Pay ને ચીનમાં 2016 માં લોન્ચ કરી હતી. ભારતમાં તેની બીટા ટેસ્ટિંગ ગત વર્ષથી જ ચાલી રહી હતી.
Mi Pay એપને નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) પાસેથી એપ્રૂવલ મળી ગઇ છે. પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેંક ICICI બેંક Mi Pay એપ માટે પેમેંટ સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે. Mi Pay એપ પર ફક્ત UPI આધારિત સેવાનો ઉપયોગ નહી કરી શકે, કારણ કે તેને ગ્રાહક ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ તથા ઇન્ટરનેટ બેકિંગ દ્વારા પણ ઉપયોગ કરી શકે છે.
Xiaomi એ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેને Mi એપ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેને આગામી કેટલાક સપ્તાહમાં Xiaomi ના સ્માર્ટફોનમાં ઉપયોગ થનાર MIUI યૂઝર ઇન્ટરાફેરમાં જ ઇંટિગ્રેટ કરી દેવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકોને આ સેવાનો ઉપયોગ માટે Mi એપને ઓપન કરવાની જરૂર નથી. આવો જાણીએ આ UPI આધારિત પેમેટિંગ એપના ફીચર્સ વિશે.
Mi Pay એપના ફિચર્સ
આ એપમાં તમને એસએમએસ, કોન્ટેક્ટ, એપ વોલેટ અને કેમેરા સ્કેનર જેવા ફિચર્સથી સજ્જ કરવામાં આવી છે. આ એપ દ્વારા મની ટ્રાંસફર ઉપરાંત તમે પોતાના સ્માર્ટફોન રિચાર્જ કરી શકો છો. પોસ્ટપેડ યૂજર્સ પોતાના ફોનના બિલની ચૂકવણી કરી શકે છે. જોકે આ ફિચર્સ મોટાભાગે UPI આધારિત પેમેંટિંગ સેવાઓ જેમ કે Google Pay, Phone Pay માં ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા યૂજર્સ Mi પર પણ પેમેંટ કરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે