Xiaomi 15 જુલાઇના રોજ લોન્ચ કરશે વાયરલેસ હેન્ડસેટ, જાણો તેના ફીચર્સ
ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi એ તાજેતરમાં જ Mi Beard Trimmer લોન્ચ કર્યો છે. કંપની હવે વધુ એક પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. આ પ્રોડક્ટનું નામ છે વાયરલેસ હેન્ડસેટ. આ વાતની જાણકારી કંપનીએ તાજેતરમાં જ ઇ-કોમર્સ વેબસાઇટ Amazon પર આવેલા ટીઝર દ્વારા મળી છે. જોકે 15 જુલાઇથી શરૂ થઇ રહેલા Amazon Prime Days સેલમાં આ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi એ તાજેતરમાં જ Mi Beard Trimmer લોન્ચ કર્યો છે. કંપની હવે વધુ એક પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. આ પ્રોડક્ટનું નામ છે વાયરલેસ હેન્ડસેટ. આ વાતની જાણકારી કંપનીએ તાજેતરમાં જ ઇ-કોમર્સ વેબસાઇટ Amazon પર આવેલા ટીઝર દ્વારા મળી છે. જોકે 15 જુલાઇથી શરૂ થઇ રહેલા Amazon Prime Days સેલમાં આ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી શકે છે.
Amazon પર બતાવવામાં આવેલા ટીઝરના અનુસાર આ બ્લ્યૂટૂથ હેડફોન વધુ બેસ સાથે મ્યૂઝિક સાંભળનાર યૂઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ વાયરલેસ હેડફોનમાં ફાસ્ટ કનેક્ટિવિટી અને સારી રેંજ મળી શકે છે. કંપનીના દાવા અનુસાર આ બ્લ્યૂટૂથ હેડફોનની બેટરી લાઇફ સારી હશે અને જેના લીધે તમે ગેમિંગ, મૂવીઝ, વર્કસાઉટ વગેરે માટે ઉપયોગ કરી શકશો.
હવે જોવાનું રહેશે કે આ બ્લ્યૂટૂથ વાયરલેસ હેડફોન મ્યૂઝિક લવર્સ માટે કેટલું સારું રહેશે. તાજેતરમાં જ કંપનીએ ભારતમાં પોતાની 5મી વર્ષગાંઠ કરી કરી છે. Xiaomi એ ભારતમાં 5મી વર્ષગાંઠ પુરી થતાં 5 સરપ્રાઇઝની જાહેરાત કરી હતી. આ ઉપરાંત Xiaomi એ પોતાની સત્તાવાર વેબસાઇટ પર એક બેનર ચલાવ્યું છે જેમાં 'ચેંજ ધ વે યૂ લિસન ધ મ્યૂઝિક' લખેલું જોવા મળી રહ્યું છે.
Xiaomi જુલાઇમાં જ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Redmi K20 Pro ને પણ લોન્ચ કરવાની છે. Xiaomi એ તેને દુનિયાનો સૌથી વધુ ફાસ્ટ સ્માર્ટફોન ગણાવવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.39 ઇંચની AMOLED ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે.
આ સ્માર્ટફોનમાં ફ્લેગશિપ ક્વોલકમ સ્નૈપડ્રૈગન 855 મોબાઇલ પ્લેટફોર્મ પ્રોસેસર સાથે 8GB સુધી રેમ આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા (48MP+13MP+8MP) સેટઅપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોનના ફ્રંટમાં 20 મેગાપિક્સલનો પોપ-અપ સેલ્ફી કેમેરા આપવમાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે તેમાં 4000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 27W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે