હવે WhatsApp ઉપર પણ કરવો પડશે Traffic Light નો સામનો! સામે આવ્યું ગજબનું અપડેટ
થોડાક સમય પહેલા વોટ્સએપે પોતાના વેબ વર્ઝન માટે એક નવું અપડેટ આપ્યું છે, જેમાં યૂઝર્સ ઘણા ખુશ છે. આ અપડેટથી યૂઝર્સની ચેટ ને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન સિવાય પણ વધુ સિક્યોરિટી મળી જશે.
Trending Photos
નવી દિલ્હી: આજકાલ સોશિયલ મીડિયા એપ વોટ્સએપ રોજિંદા કામમાં એક જરૂરિયાતનો ભાગ બની ચૂક્યું છે. ત્યારે વોટ્સએપ પણ પોતાના યૂઝર્સ માટે અલગ અલગ સુવિધાઓ આપી રહ્યું છે. વિશ્વના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ્સમાંનું એક WhatsApp સ્માર્ટફોન તેમજ ડેસ્કટોપ અથવા લેપટોપ પર ઉપયોગમાં લેવાય છે અને તેને 'WhatsApp વેબ' તરીકે ઓળખાય છે. તાજેતરમાં જ WhatsAppએ તેના વેબ વર્ઝન માટે એક વિચિત્ર અપડેટ બહાર પાડ્યું છે, જેણે સાંભળીને તમે પણ ચોંકી જશો. જેમાં યુઝર્સને 'ટ્રાફિક લાઇટ'નો સામનો કરવો પડશે. આવો જાણીએ કે આ અપડેટમાં શું હશે.
WhatsApp Webને મળ્યું નવું અપડેટ
થોડાક સમય પહેલા વોટ્સએપે પોતાના વેબ વર્ઝન માટે એક નવું અપડેટ આપ્યું છે, જેમાં યૂઝર્સ ઘણા ખુશ છે. આ અપડેટથી યૂઝર્સની ચેટ ને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન સિવાય પણ વધુ સિક્યોરિટી મળી જશે. આ અપડેટમાં, 'કોડ વેરિફાઈ' નામનું એક ક્રોમ એક્સ્ટેંશન જાહેર કરવામાં આવ્યું છે અને WhatsApp નો દાવો છે કે આ એક્સ્ટેંશનથી રિયલ ટાઈમ, થર્ડ પાર્ટી વેરિફેકિશન મળશે કે જે કોડ પર તમારું વોટ્સએપ વેબ કામ કરી રહ્યું છે, તેની સાથે કોઈ છેડછાડ તો કરવામાં આવી નથીને.
વોટ્સએપ પર કરવું પડશે ‘Traffic light’ નો સામનો
જો તમે આ અપડેટને સમજવા માંગતા હોવ તો અમે ટ્રાફિક લાઇટનું ઉદાહરણ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરીશું. તમે તમારા બ્રાઉઝર પર WhatsApp વેબ માટે QR કોડ સ્કેન કરશો અને લોગ-ઇન કરશો, ત્યારે બ્રાઉઝર પર એક ઈન્ડિકેટર પિન્ડ હશે. જો તમે લૉગ ઇન કર્યું હોય અને F છે તો તે લીલું હશે, જો એક્સ્ટેંશન કોઈપણ કારણોસર કામ કરવાનું બંધ કરી દે તો ઈન્ડિકેટર પીળું થઈ જશે અને જો કોઈ કોડ મિસમેચ થયો અથવા તો કોઈ અન્ય એક્સ્ટેશન અથવા તો એપ દ્વારા તમારી સિક્યોરિટીની સાથે છેડછાડ કરી છે, તો ઈન્ડિકેટર લાલ થઈ જશે.
તમને જણાવી દઈએ કે વોટ્સએપ વેબ યૂઝર્સ આ કોડ વેરીફાઈ એક્સ્ટેન્શનને ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ અને માઈક્રોસોફ્ટ એજથી ડાઉનલોડ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે