હવે આવશે WhatsApp Status અપલોડ કરવાની અસલી મજા, કમાલનું છે નવું ફીચર
વોટ્સએપમાં કમાલનું ફીચર આવ્યું છે. નવા ફીચરની મદદથી યૂઝર વોઇસ નોટ્સને પણ સ્ટેટસ તરીકે સેટ કરી શકે છે. રિપોર્ટ અનુસાર યૂઝર 30 સેકેન્ડ સુધીની વોઇસ નોટને સ્ટેટસ અપડેટમાં લગાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ WhatsApp પોતાના કરોડો યૂઝર્સના ચેટિંગ એક્સપીરિયંસને વધુ મજેદાર બનાવવા માટે નવા-નવા ફીચર લાવી રહ્યું છે. આ કડીમાં હવે વોટ્સએપમાં વધુ એક જબરદસ્ત ફીચરની એન્ટ્રી થવાની છે. આ ફીચર આવ્યા બાદ તમે વોઇસ નોટ્સને પણ વોટ્સએપ સ્ટેટલ તરીકે લગાવી શકશો. WABetaInfo ના રિપોર્ટ અનુસાર નવા ફીચરને વોટ્સએપ એન્ડ્રોયડ બીટા વર્ઝન 2.22.21.5 પર જોવા મળ્યું છે. WABetaInfo એ આ નવા ફીચરનો એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે, જેમાં તેના યૂઝર ઇન્ટરફેસને જોઈ શકાય છે.
ટેક્સ્ટ સ્ટેટસ અપડેટ જેવી રીત
શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટને જોઈને કહી શકાય છે કે વોઇસ નોટને સ્ટેટસ તરીકે લગાવવાની રીત લગભગ ટેક્સ્ટ સ્ટેટસ અપડેટ જેવું છે. સ્ટેટસ અપડેટ માટે વોઇસ નોટને રેકોર્ડ કરવાનું ઓપ્શન વોટ્સએપના નવા વર્ઝનમાં સેક્શનની અંદર છે. ખાસ વાત છે કે યૂઝર વોઇસ નોટ સ્ટેટસ અપડેટ કરવા સમયે તેના બેકગ્રાઉન્ડ કલરને પણ પોતાની પસંદ અનુસાર સેટ કરી શકશે.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી પ્રોટેક્ટેડ હશે વોઇસ સ્ટેટસ
WABetaInfo એ કહ્યું કે વોઇસ સ્ટેટસ અપડેટને યૂઝર જ્યારે પણ ઓપન કરશે, તે ઓટોમેટિકલી પ્લે થવા લાગશે. ખાસ વાત છે કે વોટ્સએપ વોઇસ નોટ સ્ટેટસ પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી પ્રોટેક્ટેડ હશે. રિપોર્ટ પ્રમાણે યૂઝર 30 સેકેન્ડ સુધીની વોઇસ નોટને સ્ટેટસ તરીકે સેટ કરી શકશે. કંપની આ ફીચરનું હાલ ટેસ્ટિંગ કરી રહ્યું છે. બીટા ટેસ્ટિંગ પૂરી થયા બાદ આ ફીચરને સ્ટેબલ વર્ઝનને ગ્લોબલ યૂઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવશે.
હાઇડ કરી શકશો ઓનલાઇન સ્ટેટસ
વોટ્સએપમાં ઓનલાઇન સ્ટેટસ છુપાવનારા ફીચરની એન્ટ્રી થઈ છે. આ ફીચરને ઇનેબલ કર્યા બાદ ચેટિંગ કરતા સમયે તમે કોઈને ઓનલાઇન દેખાશો નહીં. આ ફીચર હજુ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે આવ્યું છે. રિપોર્ટ અનુસાર ઓનલાઇન સ્ટેટસને હાઇડ કરવાનું ઓપ્શન યૂઝર્સને લાસ્ટસીનવાળા સેક્શનમાં દેખાશે. લાસ્ટ સીનમાં યૂઝર્સે પોતાનું લાસ્ટ સીન છુપાવવા માટે ચાર ઓપ્શન- Everyone, My Contacts, My Contact Except અને Nobody નું ઓપ્શન મળે છે. તો ઓનલાઇન સ્ટેટસ માટે કંપની બીટા ટેસ્ટર્સને Everyone અને Same as last seen નો ઓપ્શન આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે