વધી રહી છે WhatsApp પર 'Delete for Everyone' ઓપ્શનની ટાઇમ લિમિટ! જાણો બધુ જ

WhatsApp Messages Delete for Everyone Option Time Limit Update: ચેટિંગ માટે આજના સમયમાં મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મ પર યૂજર્સને ઘણા નવા રસપ્રદ ફીચર્સ આપવામાં આવે છે જેમાંથી એક મેસેજને તમામ માટે ડિલીટ કરવાનું છે.

વધી રહી છે WhatsApp પર 'Delete for Everyone' ઓપ્શનની ટાઇમ લિમિટ! જાણો બધુ જ

WhatsApp Messages Delete for Everyone Option Time Limit Update: ચેટિંગ માટે આજના સમયમાં મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મ પર યૂજર્સને ઘણા નવા રસપ્રદ ફીચર્સ આપવામાં આવે છે જેમાંથી એક મેસેજને તમામ માટે ડિલીટ કરવાનું છે. આપણા મેસેજને સામેવાળા માટે ડિલીટ કરવા માટે તમારી પાસે એક સીમિત સમય હોય છે જે ખૂબ ઓછો હોય છે. હવે આ ઓપ્શનની ટાઇમ લિમિટને વધારવામાં આવી રહી છે. 

વધી રહી છે WhatsApp પર 'ડિલિટ ફોર એવરીવન' ઓપ્શનની ટાઇમ લિમિટ
તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે વોટ્સએપ સાથે જોડાયેલી દરેક લેટેસ્ટ ખબર વિશે બતાવનાર પ્લેટફોર્મ WABetaInfo ની લેટેસ્ટ રિપોર્ટનું કહેવું છે કે વોટ્સએપ બે નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આ ફીચર્સમાં એક છે, 'ડિલીટ ફોર એવરીવન' ના ઓપ્શનની ટાઇમ લિમિટમાં વધારો. તમામ માટે મેસેજને ડિલિટ કરવાના ઓપ્શનની ટાઇમ લિમિટ હવે બે દિવસ અને 12 કલાક સુધી વધારવામાં આવી છે. અત્યાર સુધી એક કલાક આઠ મિનિટ 12 સેકન્ડ હતી. 

આ ફીચરને હાલ વોટ્સએપ ફોર એંડ્રોઇડ બીટા 2.22.15.8 વર્જન પર જોવા મળ્યું છે અને તેના વિશે વધુ જાણકારી નથી આવી કે આ ફીચરને બાકી યૂઝર્સ માટે ક્યાં સુધી ઇશ્યૂ કરી શકાય છે. 

વોટ્સએપ પર આવી રહ્યું છે એક નવું ફીચર
આ ફીચર ઉપરાંત પણ વોટ્સએપ પર એક નવા ફીચર પર કામ કરીર અહ્યા છે જે એક પ્રાઇવેસી ફીચર છે. WABetaInfo ના અનુસાર આગામી સમયમાં યૂઝર્સ પોતાના ઓનલાઇન સ્ટેટસને પણ કેટલાક ખાસ કોન્ટેક્ટ્સથી છુપાવી શકશે. હાલ આ ફીચર પર કામ ચાલી રહ્યું છે અને તેને આગામી અપડેટ અંતગર્ત જાહેર કરવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news