WhatsApp ચેટ્સ નહીં થાય હવે લીક, યૂઝર્સને મળી રહ્યુ છે આ ફિચર્સ
વોટ્સએપના ચેટ્સ (WhatsApp Chats) એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ થયા છે. પરંતુ ચેટ્સના બેકઅપ ક્લાઉડ પર એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ (End to End Encrypted) થતું નથી. જો કે, તેમાં એન્ક્રિપ્શન (Encrypted) થયા છે
Trending Photos
નવી દિલ્હી: વોટ્સએપના ચેટ્સ (WhatsApp Chats) એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ થયા છે. પરંતુ ચેટ્સના બેકઅપ ક્લાઉડ પર એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ (End to End Encrypted) થતું નથી. જો કે, તેમાં એન્ક્રિપ્શન (Encrypted) થયા છે, પરંતુ તે સરળતાથી તોડી શકાય છે. એન્ક્રિપ્શન ન થવાના કારણે ચેટ્સ બેકઅપ (Chats backup) સરળતાથી લીક થઈ રહ્યા હતા. તાજેતરમાં તેનું ઉદાહરણ પણ જોવા મળ્યું છે.
તાજેતરમાં એક સેલિબ્રિટીના ચેટ લીક (Chat leaked) થયા હતા. ત્યારબાદથી વોટ્સએપની (WhatsApp) પ્રાઈવેસી પર સવાલ ઉઠવા લાગ્યા હતા. બાદમાં જાણવા મળ્યું કે, આ લીક ચેટ ક્લાઉડ (Chat Cloud) પર બેકઅપ લેવાની ચેટ છે. વોટ્સએપ ચેટ લીકના (WhatsApp chat leaked) કારણે બોલીવુડમાં ડ્રગ્સ કેસના (Drugs case) ઘણા ખુલાસા કરવામાં આવ્યા હતા. જેને લઇને ડ્રગ્સ લેતા સેલિબ્રિટિથી પૂછપરછ કરવામાં આવી હતી.
એવું લાગી રહ્યું છે કે, હવે વોટ્સએપ ચેટ બેકઅપની (WhatsApp chat backup) પ્રાઈવેસી પર કામ કરી રહ્યુ છે. જો એવું થાય છે તો વોટ્સએપ હવે ચેટ બેકઅપ લીક થવું સરળ નહીં હોય. વોટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યુ છે. આ ફિચરથી ક્લાઉડ પર સ્ટોર ચેટ બેકઅપના એક્સેસ માટે પાસવર્ડની જરૂરીયાત રહેશે. તેનાથી ચેટ ક્લાઉડ પર પણ એન્ક્રિપ્ટેડ રહશે. પાસવર્ડ આપ્યા બાદ તેને એક્સેસ કરી શકાશે.
આ ફિચર ટૂંક સમયમાં એન્ડ્રોઈડ અને આઇઓએસ પર જોવા મળશે. ચેટ બેકઅપના એક્સેસ માટે પાસવર્ડની જરૂરિયાત રહેશે. જેને યૂઝર પોતાની સુવિધા અનુસાર સેટ કરી શકે છે. પાસવર્ડ ઓછામાં ઓછો 8 કેરેક્ટરનો અને કેસ સેન્સિટિવ હશે. પાસવર્ડ આપ્યા બાદ જ ચેટ બેકઅપ લઇ શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે