Vivo Y11 Launch: વીવોએ 6GB રેમ સાથે લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

Vivo એ ખુબ સસ્તા ભાવમાં Vivo Y11 ને લોન્ચ કર્યો છે. કિંમત ઓછી રાખવાની સાથે કંપનીએ શાનદાર ફીચર્સ આપ્યા છે. 

Vivo Y11 Launch: વીવોએ 6GB રેમ સાથે લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

નવી દિલ્હીઃ Vivo Y11 Launch: સ્માર્ટફોન મેકર કંપની વીવોએ Y સિરીઝનો એક નવો સ્માર્ટફોન (Vivo New Smartphone) લોન્ચ કરી દીધો છે. વીવીઓ યૂઝર્સ માટે Vivo Y11 રજૂ કર્યો છે. કંપનીનો આ એક બજેટ સેગમેન્ટનો સ્માર્ટફોન (Vivo Budget Smartphone)છે. આ સ્માર્ટફોનને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પણ એડ કરવામાં આવ્યો છે. જો તમે આ સ્માર્ટફોનને લેવા ઈચ્છો છો તો તે વાત યાદ રાખો કે આ 4જી સ્માર્ટફોન છે. કિંમત ઓછી હોવા છતાં વીવોએ તેમાં શાનદાર ફીચર્સ આપ્યા છે. 

Vivo Y11 (2023) ની આ છે કિંમત
Vivo Y11 સ્માર્ટફોનને કંપનીએ બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે, જેનું બેસ મોડલ 4GB RAM ની સાથે જ્યારે અપર મોડલ 6 GB RAM ની સાથે આવે છે. જો કિંમતની વાત કરીએ તો 4જીબી વેરિએન્ટ લગભગ 10500 રૂપિયામાં મળશે, જ્યારે 6જીબી વેરિએન્ટ તમે 12 હજારમાં ખરીદી શકો છો. 

Vivo Y11 (2023) ના સ્પેસિફિકેશન્સ

- Vivo Y11 મોડલમાં યૂઝર્સને 6.52 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. 

- રેઝોલ્યૂશન 1,600 x 720 પિક્સલ છે. ડિસ્પ્લે ડ્રોપ નોચ ડિઝાઇનની સાથે આવે છે. 

- Vivo Y11 માં યૂઝર્સને  4GB RAM અને 6GB RAM ના બે વેરિએન્ટ મળે છે. તેમાં 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. 

- યૂઝર્સ સ્માર્ટફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકે છે. 

- લો બજેટ સેગમેન્ટના આ ડિવાઇસમાં પણ વીવોએ યૂઝર્સને વર્ચ્યુઅલ રેમનો ઓપ્શન આપવામાં આવ્યો છે. 

- Vivo Y11 માં MediaTek Helio P35 નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

- જો આ ડિવાઇસના કેમેરા ફીચર્સની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રંટમાં સેલ્ફી માટે પાંચ મેગાપિક્સલનો કેમેરો છે. 

- Vivo Y11 માં 5000 mAh ની મોટી બેટરી મળે છે, જે 10 વોટના ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news