Vi એ લોન્ચ કર્યા બે નવા Plans, Validity અને ફાયદા જોઇ Jio-Airtel યૂઝર્સને થઇ ઇર્ષા
TRAI નો ઓર્ડર માનતા Vi એ બે નવા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કરી દીધા છે. 350 રૂપિયાથી ઓછી કિંમતવાળા આ બે પ્લાન્સ અલગ-અલગ વેલિડિટી સાથે આવે છે અને તેમાં તમને ઘણા બધા આકર્ષક ફાયદા પણ આપવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં દેશની પ્રમુખ ટેલીકોમ કંપનીઓ Jio અને Airtel એ TRAI નો ઓર્ડર માનતા નવા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. હવે Vodafone Idea (Vi) એ પણ બે નવા પ્લાન્સ જાહેર કર્યા છે જેમાં તમને ઘણા બધા કમાલના બેનિફિટ્સ અને જોરદાર વેલિડિટી આપવામાં આવી રહી છે.
Vodafone Idea (Vi) એ લોન્ચ કર્યા નવા પ્લાન્સ
TRAI નો ઓર્ડર માનતા Vi એ બે નવા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કરી દીધા છે. 350 રૂપિયાથી ઓછી કિંમતવાળા આ બે પ્લાન્સ અલગ-અલગ વેલિડિટી સાથે આવે છે અને તેમાં તમને ઘણા બધા આકર્ષક ફાયદા પણ આપવામાં આવે છે. તમને જણાવી દઇએ કે એક પ્લાન્સની કિંમત 327 રૂપિયા છે અને બીજો પ્લાન 337 રૂપિયામાં ખરીદી શકાય છે.
Vi નો 327 રૂપિયાવાળા પ્લાનના ફાયદા
Vi ના 327 રૂપિયાવાળા પ્લાનમાં તમને ડેલી ડેટા તો નહી પરંતુ કુલ મળીને 25GB ઇન્ટરનેટ આપવામાં આવશે. આ પ્લાન કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા સાથે આવે છે. Vi Movies and TV એપના એક્સેસ સાથે આગામી આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે.
Vi નો 337 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનની ખાસિયત એ છે કે આ પ્લાન 31 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં તમને કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ, 28GB ડેટા અને દરરોજ માટે 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં તમને Vi Movies and TV ની મેમ્બરશિપ પણ આપવામાં આવે છે.
TRAI નો ઓર્ડર
તમને જણાવી દઇએ કે આ વર્ષે જાન્યુઆરી (January 2022) માં ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા એટલે ટ્રાઇએ એક ઓર્ડર જાહેર કર્યો હતો. તેમાં તમામ ટેલીકોમ કંપનીઓને આદેશ કર્યો હતો કે તે ઓછામાં ઓછા પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર એવું રાખે જેની વેલિડિટી 28 દિવસની નહી પરંતુ પુરા 30 દિવસની હશે. આ પ્લાનને ગ્રાહક આગામી મહિને તારીખ પર ફરીથી રિચાર્જ કરાવી શકે છો જેના પર પોતાનો હાલનો પ્લાન ખરીદ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે