Hyundai અને Kia જલ્દી લોન્ચ કરશે આ 4 નવી કાર્સ, આ 2 કાર એકબીજાને આપશે ટક્કર

Upcoming Cars: હ્યુન્ડાઈ અને કિયા આ નાણાકીય વર્ષ (2023-24) દરમિયાન ભારતીય બજારમાં ઘણા નવા યુટિલિટી વાહનો લોન્ચ કરશે. માત્ર નવા મોડલ જ નહીં, બંને બ્રાન્ડ હાલની SUVના અપડેટેડ વર્ઝન પણ રજૂ કરશે.

Hyundai અને Kia જલ્દી લોન્ચ કરશે આ 4 નવી કાર્સ, આ 2 કાર એકબીજાને આપશે ટક્કર

Upcoming Hyundai And Kia Cars: હ્યુન્ડાઈ અને કિયા આ નાણાકીય વર્ષ (2023-24) દરમિયાન ભારતીય બજારમાં ઘણા નવા યુટિલિટી વાહનો લોન્ચ કરશે. માત્ર નવા મોડલ જ નહીં, બંને બ્રાન્ડ હાલની SUVના અપડેટેડ વર્ઝન પણ રજૂ કરશે. Hyundai તેની નવી માઈક્રો SUV Xeter અને Creta facelift પણ લોન્ચ કરશે. તે જ સમયે, કિયા તેના સોનેટ અને સેલ્ટોસના ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરશે. તેમાંથી બજારમાં ક્રેટા અને સેલ્ટોસ વચ્ચે સ્પર્ધા જોવા મળશે.

NEW KIA SELTOS
નવી Kia સેલ્ટોસ ફેસલિફ્ટ જુલાઈ 2023માં લોન્ચ થઈ શકે છે. તેને નવી કિયા ટાઈગર નોઝ ગ્રિલ અને નવા LED DRL સાથે એક નવો ફ્રન્ટ ફેસિયા મળશે. નવી કિયા સેલ્ટોસમા ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ માટે કનેક્ટેડ સ્ક્રીન સાથે, એકદમ નવું ઇન્ટિરિયર મળશે. ડેશબોર્ડ લેઆઉટ પણ નવું હશે. તેમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) પણ હશે.

KIA SONET FACELIFT
કંપનીની સોનેટ ફેસલિફ્ટ ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ કરતી જોવા મળી છે. અપડેટેડ મોડલમા ડિઝાઇન ફેરફારો અને નવી સુવિધાઓ સાથે અપગ્રેડેડ ઇન્ટિરિયર મળશે.  તે 1.2L NA પેટ્રોલ, 1.0L ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ટર્બો ડીઝલ જેવા હાલના એન્જિન વિકલ્પો સાથે ચાલુ રહે તેવી શક્યતા છે.

HYUNDAI EXTER
તે 10 જુલાઈ, 2023 ના રોજ લોન્ચ થવાની છે. તેની સીધી ટક્કર ટાટા પંચ અને સિટ્રોએન C3 સાથે થશે. 3-સ્પોક મલ્ટી-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, ક્રુઝ કંટ્રોલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વોઇસ-કમાન્ડેડ ઇલેક્ટ્રિક સનરૂફ, સેગમેન્ટ-ફર્સ્ટ ડેશકેમ અને ઓટોમેટિક એસી જેવી સુવિધાઓ તેમાં મળી શકે છે.

NEW HYUNDAI CRETA
નવી Hyundai Creta ફેસલિફ્ટ ફેબ્રુઆરી 2024 સુધીમાં લોન્ચ થઈ શકે છે. તે ADAS ટેક્નોલોજી સાથે વધુ સારી સ્ટાઇલ અને અપમાર્કેટ ઇન્ટિરિયર મળશે. અપડેટેડ મોડલને નવા વર્નાથી પ્રેરિત સ્ટાઇલ સાથે નવો ફ્રન્ટ ફેસિયા મળવાની શક્યતા છે. તેમાં 3 એન્જિન વિકલ્પો હશે - 1.5L ટર્બો પેટ્રોલ, 1.5L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5-લિટર ટર્બો ડીઝલ.

આ પણ વાંચો:
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાત બાદ હવે રાજસ્થાન પર મોટી ઘાત, જાણો ક્યાં પહોંચ્યુ
શક્તિશાળી બિપરજોયની 'આફ્ટર ઈફેક્ટ', લેન્ડફોલ બાદ હવે આ પડકારનો સામનો થશે

બિપરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news