પ્રીપેડ ટેરિફમાં વધારા બાદ પણ 500 રૂપિયાથી સસ્તા છે Airtel, Vi અને Jio ના આ પ્લાન, 84 દિવસની વેલિડિટી

ટેલિકોમ ઓપરેટર Airtel, Jio અને Vodafone Idea એ હાલમાં જ તેમના પ્રીપેડ ટેરિફમાં વધારો કર્યો છે. ડેલી ડેટા, કોલિંગ અને એસએમએસ સાથે આ પ્રીપેડ પ્લાન 28 દિવસ, 56 દિવસ, 84 દિવસ અને 365 દિવસની વેલિડિટી સાથે મળે છે

પ્રીપેડ ટેરિફમાં વધારા બાદ પણ 500 રૂપિયાથી સસ્તા છે Airtel, Vi અને Jio ના આ પ્લાન, 84 દિવસની વેલિડિટી

નવી દિલ્હી: ટેલિકોમ ઓપરેટર Airtel, Jio અને Vodafone Idea એ હાલમાં જ તેમના પ્રીપેડ ટેરિફમાં વધારો કર્યો છે. ડેલી ડેટા, કોલિંગ અને એસએમએસ સાથે આ પ્રીપેડ પ્લાન 28 દિવસ, 56 દિવસ, 84 દિવસ અને 365 દિવસની વેલિડિટી સાથે મળે છે. જે યુઝર્સ વાર્ષિક પ્લાન નથી લેવા ઇચ્છતા પરંતુ વેલિડિટીવાળો પ્લાન સર્ચ કરી રહ્યા છે તો આ સમાચાર તેમના માટે ખાસ છે. તે લોકો 56 દિવસ અને 84 દિવસની વેલિડિટિવાળો પ્રીપેડ પ્લાન સિલેક્ટ કરી શકે છે. આ પ્લાન 500 રૂપિયાથી ઓછી કિંમતમાં છે અને 84 દિવસની વેલિડિટી સાથે મળે છે. જે યૂઝર્સ તેમના પ્લાન્સને એક્ટિવ રાખવા ઇચ્છે છે અને જેમને વધારે ડેટાની જરૂરિયાત નથી તે આ પ્લાનને સિલેક્ટ કરી શકે છે. આવો જાણીએ Airtel, Jio અને Vodafone Idea માં કોણ 500 રૂપિયાથી ઓછા પ્લાનમાં બેસ્ટ છે.

Airtel નો 455 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
એરટેલના આ પ્રીપેડ પ્લાનમાં 6 GB ડેટા મળે છે અને તેની વેલિડિટી 84 દિવસની છે. આ અનલિમિટેડ કોલ અને 900 એસએમએસ પણ આપે છે. આ પ્લાનમાં વધારાના બેનિફ્ટ પણ સામેલ છે. જેમાં અમેઝોન પ્રાઈમ વીડિયો મોબાઈલ વર્ઝન, અપોલો 24x7 સર્કલ, ફ્રી ઓનલાઈન કોર્ષ, ફાસ્ટેગ પર 100 રૂપિયા કેશબેક, ફ્રી હેલ્લોટ્યૂન અને વિંક મ્યૂઝિકના બેનિફિટ મળે છે. એરટેલમાં 84 દિવસની વેલિડિટીવાળા અન્ય પ્લાન પણ છે જે 719 રૂપિયા અને 839 રૂપિયામાં મળે છે. 719 રૂપિયા અને 839 રૂપિયાના પ્લાનમાં ક્રમશ: 1.5GB અને 2GB દરરોજનો ડેટા મળે છે. તમામ પ્લાનમાં અનલિમિટેડ કોલ અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે.

Jio નો 395 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
Jio નો વેલ્યૂ સેક્શન અંતર્ગત 395 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે જેમાં 6 GB ડેટા, અનલિમિટેડ કોલ અને 1000 એસએમએસ મળે છે. આ પ્લાનમાં વધારાના બેનિફિટ્સમાં Jio એપ્સના એક્સેસ પણ આપે છે. Jio પણ 84 દિવસની વેલિડિટીના અન્ય પ્લાન રજૂ કરે છે. જે 666 રૂપિયા અને 719 રૂપિયાના છે. બંને પ્લાનમાં અનલિમિટેડ કોલ અને દરરોજના 100 એસએમએસ મળે છે. આ ઉપરાંત તે ક્રમશ: 6 GB ડેટા, દૈનિક 1.5 GB અને દૈનિક 2 GB ડેટા આપે છે.

Vodafone Idea નો 459 પ્રીપેડ પ્લાન
આ પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલ અને 1000 SMS સાથે 84 દિવસ માટે 6GB ડેટા મળે છે. Vi 84 દિવસની વેલિડિટીવાળા અન્ય પ્રીપેડ પ્લાન પણ છે જેની કિંમત ક્રમશઃ 710 રૂપિયા અને 839 રૂપિયા છે. આ પ્લાન 710 રૂપિયા અને 839 રૂપિયા છે અને અનુક્રમે 1.5 GB ડેટા અને 2 GB ડેલી ડેટા આપે છે. આ પ્લાન અનલિમિટેડ કોલ અને પ્રતિદિન 100 એસએમએસ સાથે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news