Ultraviolette F77:બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
Ultraviolette F77 Booking and Features: ખાસ વાત છે કે આ બાઇકને ડેવલોપ કરતાં પહેલાં 5 વર્ષ ફક્ત રિસર્ચમાં લગાવવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રિક બાઇક જોરદાર લુક સાથે ફૂલ ચાર્જમાં 300 કિમીથી પણ વધુ રેંજ ઓફર કરે છે. કંપનીએ ગત મહિને તેનું બુકિંગ શરૂ કર્યું હતું.
Trending Photos
307KM range Electric Bike: ભારતમાં એક પાવરફૂલ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ થવા જઇ રહી છે. અલ્ટ્રાવોયલેટ ઓટોમોટિવ 24 નવેમ્બરના રોજ પોતાની ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સબાઇક Ultraviolette F77 લોન્ચ કરશે. થોડા દિવસ પહેલાં જ કંપનીએ આ બાઇકને લોન્ચ કરી હતી. ખાસ વાત એ છે કે આ બાઇકને ડેવલોપ કરતાં પહેલાં 5 વર્ષ સુધી રિસર્ચમાં લગાવ્યા છે. આ ઇલેક્ટ્રિક બાઇક જોરદાર લુક સાથે ફૂલ ચાર્જમાં 300 કિમીથી વધુની રેંજ ઓફર કરે છે. કંપનીએ ગત મહિને તેનું બુકિંગ શરૂ કર્યું હતું. ગ્રાહક તેને ફક્ત 10 હજાર રૂપિયામાં બુક કરી શકે છે.
અલ્ટ્રાવોયલેટ ઓટોમોટિવે દાવો કર્યો છે કે ઇલેક્ટ્રિક બાઇક ત્રણ વેરિએન્ટમાં આવશે. આ ત્રણ વેરિએન્ટ એરસ્ટ્રાઇક, લેઝર અને શેડો હશે. Ultraviolette F77 ઇલેક્ટ્રિક બાઇકના આ ત્રણ વેરિએન્ટ અલગ-અલગ સ્પેસિફિકેશન અને પરર્ફોમન્સ રજૂ કરશે. આ ઇલેક્ટ્રિક બાઇકને એક હળવા ફ્રેમ પર બનાવવામાં આવી છે. જેથી હાઇ સ્પીડ દરમિયાન સારી હેન્ડલિંગ મળે છે.
70 હજારથી વધુ બુકિંગ
ઇલેક્ટ્રિક બાઇક માટે બુકિંગ ખોલતી વખતે, Ultraviolette Automotive એ દાવો કર્યો છે કે F77 એ પહેલાં લગભગ 190 દેશોમાંથી 70 હજારથી વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત કરી લીધા છે. અત્યાર સુધી સંખ્યા વધુ વધી જશે.
ફીચર્સની વાત કરીએ તો Ultraviolette F77 ડુઅલ-ચેનલ ABS,એડજસ્ટેબલ સસ્પેંશન, મલ્ટીપલ ડ્રાઇવ મોડ્સ, અને રીજેનરેટિવ બ્રેકિંગ જેવા ફીચર્સ સાથે આવશે. તેમાં એક ટીએફટી સ્ક્રીન પણ હશે, જે રાઇડરને વિભિન્ન જાણકારીઓ બતાવશે. બાઇક સાથે અલગ-અલગ એક્સેસરીઝ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે એક પોર્ટેબલ ફાસ્ટ ચાર્જર, સ્ટાન્ડર્ડ ચાર્જર, વ્હીલ કેપ, હોમ ચાર્જિંગ પોડ, ક્રેશ ગાર્ડ, પેનિયર અને એક વાઇઝર હશે.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે