Twitter ના કો-ફાઉન્ડર Jack Dorsey ના ટ્વીટની 21 કરોડ રૂપિયામાં થઈ હરાજી! જાણો કેમ આટલું મોંઘું છે આ ટ્વીટ

ટ્વીટરના સંસ્થાપક જૈક ડોર્સીને 21 માર્ચ 2006માં કરેલા પોતાના પહેલાં ટ્વીટ માટે એક વ્યક્તિએ 21 કરોડની બોલી લગાવીને તેને ખરીદી લીધું છે. આ બાબત હાલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

Twitter ના કો-ફાઉન્ડર Jack Dorsey ના ટ્વીટની 21 કરોડ રૂપિયામાં થઈ હરાજી! જાણો કેમ આટલું મોંઘું છે આ ટ્વીટ

સન ફ્રાંસિસ્કોઃ હાલમાં જ એક ટ્વીટની 21 કરોડ રૂપિયાથી પણ વધારે કિંમતમાં હરાજી કરવામાં આવી. જ્યાં એક તરફ લોકો આ એક ટ્વીટની આટલી ઉંચી કિંમતને લઈને હેરાન છે ત્યાં બીજી તરફ આ ટ્વીટના ડિજિટલ વર્ઝનની ચર્ચા થઈ રહી છે. Valuables By Cent નામના ડિજિટલ મંચ પર આ ટ્વીટની હરાજી કરવામાં આવી. અને બ્રિજ ઓરેકલના સીઈઓ સીના આઈસ્તાવિએ આ ટ્વીટને ખરીદ્યું. જેની સત્તાવાર જાણકારી ડિજિટલ મંચે આપી. ડોર્સીએ ટ્વીટ કરીને જણાવ્યું હતુંકે, હરાજીમાં થયેલી કમાણીને બિટકોઈનમાં પરિવર્તિત કરવામાં આવશે અને ગિવ ડાયરેક્ટલીઝ અફ્રિકા રેસ્પોંસ નામની સંસ્થાને આ રકમ આપવામાં આવશે. Valuables By Cent નામના ડિજિટલ મંચ પર આ ટ્વીટની હરાજી કરવામાં આવી. અને બ્રિજ ઓરેકલના સીઈઓ સીના આઈસ્તાવિએ આ ટ્વીટને ખરીદ્યું. જેની સત્તાવાર જાણકારી ડિજિટલ મંચે આપી. ડોર્સીએ ટ્વીટ કરીને જણાવ્યું હતુંકે, હરાજીમાં થયેલી કમાણીને બિટકોઈનમાં પરિવર્તિત કરવામાં આવશે અને ગિવ ડાયરેક્ટલીઝ અફ્રિકા રેસ્પોંસ નામની સંસ્થાને આ રકમ આપવામાં આવશે.

Doctor ઓપરેશન દરમિયાન કેમ માત્ર લીલા રંગના જ કપડા પહેરે છે? જાણવા જેવું છે સાચું કારણ

આ ટ્વીટમાં શું ખાસ છે?
હાલમાં જ Twitter ના કો-ફાઉન્ડર Jack Dorsey એ પોતાના ટ્વીટની હરાજી કરવાની જાહેરાત કરી હતી. Twitter પર સૌથી પહેલું ટ્વીટ જૈકે જ કર્યું હતું. આ ટ્વીટ ક્રિપ્ટોકરન્સીના રૂપમાં વેચવામાં આવ્યું છે.

21 કરોડ રૂપિયામાં થઈ એક ટ્વીટની હરાજી
મળતી જાણકારી મુજબ Twitter ના કો-ફાઉન્ડર Jack Dorsey ના પહેલાં ટ્વીટની 29 લાખ ડોલર એટલેકે, લગભગ 21 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. થોડા સમય પહેલાં આ ટ્વીટ માટે લગભગ 16.65 કરોડ રૂપિયાની બોલી લાગી હતી.

આ વ્યક્તિએ ખરીદી દુનિયાની સૌથી પહેલી ટ્વીટ
Valuables By Cent નામના ડિજિટલ મંચ પર આ ટ્વીટની હરાજી કરાઈ. જેમાં બ્રિજ ઓરેકલના સીઈઓ સીના આઈસ્તાવિએ આ ટ્વીટને ખરીદ્યું. ઉલ્લેખનીય છેકે, ડોર્સીએ બોલી લગાવવા માટે પોતાની ટ્વીટ વેબસાઈટ Valuables By Cent પર લિસ્ટેડ કરી હતી. જે એક Non-Fungible Token (NFT) ના રૂપમાં વેચાયું છે.

હરાજી કરનાર સંસ્થા શું કહે છે?
ટ્વીટની હરાજી કરનારી સંસ્થા VALUEABLES કહે છે કે, એક ટ્વીટને ખરીદવું તેનું ડિજીટલ સર્ટિફિકેટ ખરીદવા જેવું જ છે, આ પોતાનામાં જ એક અનોખું છે. સાથે જ ડોર્સીનું આ ટ્વીટ ત્યાર સુધી જ સાર્વજનિક છે, જ્યાં સુધી તે ઓનલાઈન છે.  

કેમ મહત્વું ગણવામાં આવી રહ્યું છે ટ્વીટ વહેંચવું અને ખરીદવું?
VALUEABLES વેબસાઈટના અનુસાર, કોઈ પણ ડિજીટલ કન્ટેન્ટ એક ઈન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. આની ભાવનાત્મક કિંમત હોઈ શકે છે તેમજ રચનાકાર અને ક્લેકટર વચ્ચેનું સંબંધ પણ દર્શાવી શકે છે. જેવી રીતે કોઈ મોટી વ્યક્તિનો ઓટોગ્રાફ, તેવી જ રીતે NFT કોઈ પણ કન્ટેન્ટ કે સામગ્રી પર રચનાકારના ઓટોગ્રાફ જેવું જ છે. જેના કારણે આ કિંમતી અને મહત્વનું છે.

હજારો વાર Share થઈ Post
વેબસાઈટના જણાવ્યા મુજબ ટ્વીટ માર્કેટપ્લેસ (Tweets Marketplace) ને ત્રણ મહિના પહેલાં લોંચ કરવામાં આવ્યું હતું. જેવી રીતે કોઈ કાર્ડ પર જાણીતી હસ્તીના ઓટેગ્રાફ હોય છે એવી જ રીતે NFT કોઈ કંટેંટ પર ક્રિએટરના ઓટોગ્રાફની જેમ હોય છે. જેને યૂનિક માનવામાં આવે છે. એને ખરીદવા વાળા ઉંચી બોલી લગાવવાથી પણ અચકાતા નથી. જણાવી દઈએ કે જૈક ડોર્સીએ થોડા સમય પહેલાં જ વેબસાઈટ લિસ્ટિંગની એક લિંક ટ્વીટ કરી હતી અને તેની પોસ્ટને અત્યાર સુધીમાં હજારો લોકો શેયર કરી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news