Traffic Challan: આ કલરનો શર્ટ કે ટી-શર્ટ પહેરી કાર ડ્રાઈવ કરશો તો આવી જશે ચલણ, કેમેરાથી રહો એલર્ટ

AI Challan: રસ્તા પર વાહન ચલાવતા સમયે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. હવે તો આજના ડિજિટલ સમયમાં નિયમોનું પાલન ન કરવા પર ઓનલાઈન ચલણ આવી જાય છે. જો તમે બાઇક કે કારથી જઈ રહ્યાં છો અને બ્લેક કલરનો શર્ટ કે ટી-શર્ટ પહેર્યું છે તો બની શકે તમારૂ ઓનલાઈન ચલણ કપાઈ જાય, આવો જાણીએ આ કેમ થઈ રહ્યું છે. 

Traffic Challan: આ કલરનો શર્ટ કે ટી-શર્ટ પહેરી કાર ડ્રાઈવ કરશો તો આવી જશે ચલણ, કેમેરાથી રહો એલર્ટ

નવી દિલ્હીઃ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં સ્પીડ માપવા માટે કેમેરા લાગેલા જોવા મળે છે. સ્વીકાર્યું કે ટેક્નોલોજી એડવાન્સ થઈ ગઈ છે અને આ તકનીકની મદદથી ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વિરુદ્ધ ચલણ કપાઈ જાય છે. ટેક્નોલોજીની મદદથી ટ્રાફિક પોલીસનું કામ સરળ બની ગયું છે. લોકોની અંદર નિયમોને લઈને જાગરૂકતા ફેલાવવામાં આવી છે. પરંતુ બીજીતરફ ટેક્નોલોજીની મદદથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક એવા મામલા સામે આવ્યા છે, જ્યાં ટ્રાફિક નિયમોનો ભંગ ન કર્યો છતાં ઓનલાઈન ચલણ આવી ગયા છે. 

જો ગાડી ચલાવવા સમયે કાળા કલરનો શર્ટ કે ટી-શર્ટ પહેર્યું હોય તો ચલણ કપાઈ શકે છે. હકીકતમાં રસ્તા પર લાગેલા કેમેરા કાળા રંગના શર્ટ કે ટી-શર્ટની ઓળખ યોગ્ય રીતે કરી શકતા નથી. કેમેરા તે વાતની પુષ્ટિ કરી શકતા નથી કે ચાલકે સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં. રસ્તા પર ઉભા રહેલા ટ્રાફિક પોલીસને તો ખબર પડી જાય છે કે વાહન ચાલકે કાળા કલરના કપડા પહેર્યા છે અને સીટ બેલ્ટ પણ લગાવી રાખ્યો છે. પરંતુ રસ્તા પર વાહનોની ગતિ માપનાર કેમેરા તેની ઓળખ કરી શકતા નથી. આ કારણે વાહન ચાલકનું ચલણ સીટ બેલ્ટ ન પહેરવા માટે કપાઈ જાય છે. 

— keshav kislay (@keshav_kislay) June 27, 2024

કાળો શર્ટ પહેર્યો તો કપાયું ચલણ
હકીકતમાં કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક આઈટી કંપનીમાં કામ કરી રહેલા કેશવ કિસલયે AI તકનીકને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એક દિવસ કેશવ કાર લઈને બહાર નિકળ્યો અને ટ્રાફિક પોલીસે કેમેરાની તસવીર કાઢી ચલણ કાપી નાખ્યું. ચલણ આવ્યું કે કેશવે સીટ બેલ્ટ પહેર્યો નહોતો. આ ચલણને કોપી જોઈ કેશવ હેરાન રહી ગયો. કેશવનું કહેવું છે કે તે હંમેશા સીટ બેલ્ટ પહેરીને ડ્રાઇવિંગ કરે છે. જે દિવસે સીટ બેલ્ટ ન લગાવવાનો આરોપ લાગ્યો ત્યારે પણ તેણે સીટ બેલ્ટ પહેરેલો હતો. તેવામાં સવાલ ઉઠે છે કે આ ચલણ કઈ રીતે કપાયું?

કેન્સલ કરાવ્યું સીટ બેલ્ટનું ચલણ
હકીકતમાં તે દિવસે કેશવે કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું હતું. ટી-શર્ટનો કલર બ્લેક હોવાને કારણે કેમેરાને સીટ બેલ્ટની માહિતી મળી નહીં. જેથી કેશવને સીટ બેલ્ટ ન પહેરેલો હોવાનું ચલણ કાપી નાખવામાં આવ્યું. તેણે આ મામલો સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો છે. બેંગલુરૂ ટ્રાફિક પોલીસે મામલાને ધ્યાનમાં લીધા બાદ તેને ઈમેલ દ્વારા ફરિયાદ કરવાનું કહ્યું હતું. જ્યારે કેશવે દરેક વિગત મોકલી તો 5-6 દિવસ બાદ તેનું ચલણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news