યુવાઓની પસંદ બની છે આ બાઈક! સ્પ્લેન્ડર-પલ્સરને પણ પછાડ્યા, ખરીદવા માટે પડાપડી

ભારતીય ગ્રાહકો વચ્ચે 125સીસી ની બાઈક્સ  ખાસ્સી એવી લોકપ્રિય છે. કારણ કે તેમાં માઈલેજ પણ વધુ મળે છે. બાઈક્સના કુલ વેચાણમાં આ સેગમેન્ટની બાઈક્સનો દબદબો રહે છે.

યુવાઓની પસંદ બની છે આ બાઈક! સ્પ્લેન્ડર-પલ્સરને પણ પછાડ્યા, ખરીદવા માટે પડાપડી

ભારતીય ગ્રાહકો વચ્ચે 125સીસી ની બાઈક્સ  ખાસ્સી એવી લોકપ્રિય છે. કારણ કે તેમાં માઈલેજ પણ વધુ મળે છે. બાઈક્સના કુલ વેચાણમાં આ સેગમેન્ટની બાઈક્સનો દબદબો રહે છે. હાલ ફેબ્રુઆરીના આંકડા હજુ આવ્યા નથી પરંતુ જાન્યુઆરીના જે આંકડા ઉપલબ્ધ છે તે મુજબ જાન્યુઆરી 2024માં 125સીસી સેગમેન્ટ્સમાં સ્પ્લેન્ડર અને પલ્સર જેવા ચર્ચિત મોડલોનો નહીં પરંતુ બીજી જ બાઈકનો દબદબો જોવા મળ્યો છે. જેણે બધાને પછાડીને ટોપ પોઝિશન મેળવી છે. આ બાઈક માઈલેજ પણ શાનદાર  64.6 kmpl આપે છે. 

ટોપ સેલિંગ બાઈક
જાન્યુઆરીમાં જો સૌથી વધુ જે બાઈક વેચાઈ હોય તો તે હતી Honda CB Shine. હોન્ડા શાઈનના કુલ 1,22,829 યુનિટ્સ વેચાયા હતા. આ બાઈકને વાર્ષિક આધાર પર 22.98 ટકાનો ગ્રોથ મળ્યો છે. ગત વર્ષ જાન્યુઆરીમાં હોન્ડા શાઈનના કુલ 99,878 યુનિટ્સ વેચાયા હતા. 

બીજા નંબરે આ બાઈક જોવા મળી
125cc બાઈક્સ સેગમેન્ટમાં બીજા નંબરે બજાજ પલ્સરનો દબદબો  જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં પલ્સરના ટોટલ 71,990 યુનિટ્સ વેચાયા. જ્યારે જાન્યુઆરી 2023માં પલ્સરના ટોટલ 49,527 યુનિટ્સનું વેચાણ થયું હતું. વાર્ષિક આધારે 45.36 ટકા ગ્રોથ થયો. લિસ્ટમાં ત્રીજા નંબરે TVS Rider જોવા મળી હતી. જાન્યુઆરી 2024માં તેના ટોટલ 43,331 યુનિટ્સનું વેચાણ થયું હતું. જ્યારે 2023માં આ બાઈક માટે વાર્ષિક આંકડો 27,233 યુનિટ્સનો હતો. આવામાં વાર્ષિક આધારે બાઈકને 59.11 ટકાનો ગ્રોથ મળ્યો છે. 

125cc સેગમેન્ટ્સની બાઈકમાં ચોથા નંબરે 15,494 યુનિટ્સ સાથે હીરો ગ્લેમર ચોથા નંબરે જોવા મળી હતી. પાંચમા નંબરે હીરો સ્પ્લેન્ડરનું નામ છે જેમાં વાર્ષિક આધારે 13.04 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જાન્યુઆરીમાં હીરો સ્પ્લેન્ડરના 13,870 યુનિટ્સનું વેચાણ થયું હતું. લિસ્ટમાં છઠ્ઠા નંબરે KTM બાઈક છે જેના જાન્યુઆરીમાં 230 યુનિટ્સ વેચાયા. વાર્ષિક આધારે જોઈએ તો 88.82 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news