Maruti Suzukiનો ફરી વાગ્યો ડંકો! જાણો 10 કંપનીઓ જેણે છેલ્લા મહિનામાં સૌથી વધુ કાર વેચી

Car Sales: એપ્રિલ મહિનામાં મારુતિ સુઝુકીએ સૌથી વધુ કાર વેચી છે. એપ્રિલમાં તેણે 1,37,320 યુનિટ વેચ્યા છે. આ પછી હ્યુન્ડાઈ બીજા નંબર પર છે.

Maruti Suzukiનો ફરી વાગ્યો ડંકો!  જાણો 10 કંપનીઓ જેણે છેલ્લા મહિનામાં સૌથી વધુ કાર વેચી

Best Selling Car Brands: લગભગ દરેક જણ જાણતા હશે કે મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની છે અને તે દર મહિને મહત્તમ સંખ્યામાં કારનું વેચાણ કરે છે. એપ્રિલ મહિનામાં પણ મારુતિ સુઝુકીએ સૌથી વધુ કાર વેચી છે. એપ્રિલમાં તેણે 1,37,320 યુનિટ વેચ્યા છે. આ પછી હ્યુન્ડાઈ બીજા નંબર પર રહી છે.

પરંતુ, નોંધનીય બાબત એ છે કે કારના વેચાણના સંદર્ભમાં પ્રથમ અને બીજા નંબરની બંને કંપનીઓના વેચાણના આંકડામાં લગભગ 90,000 યુનિટ્સ (87,619 યુનિટ)નો તફાવત છે, જે ઘણો મોટો આંકડો છે. હ્યુન્ડાઈએ એપ્રિલ (2023) મહિનામાં 49,701 યુનિટ્સનું વેચાણ કર્યું છે.

જોકે, વેચાણની દ્રષ્ટિએ બીજા અને ત્રીજા ક્રમે આવેલી કંપનીઓ વચ્ચે બહુ તફાવત નથી. 47,010 યુનિટના વેચાણ સાથે એપ્રિલમાં ત્રીજી સૌથી મોટી કાર બ્રાન્ડ ટાટા મોટર્સ છે. તમને જણાવી દઈએ કે હ્યુન્ડાઈને માર્કેટમાં ટાટા મોટર્સથી ટક્કર મળી રહી છે.

No description available.

ટોપ-10 કાર બ્રાન્ડ્સ
-- મારુતિ સુઝુકી: 1,37,320 યુનિટ્સ
-- હ્યુન્ડાઈ: 49,701 યુનિટ્સ 
-- ટાટા: 47,010 યુનિટ 
-- મહિન્દ્રાઃ 34,694 યુનિટ્સ
-- કિયા: 23,216 યુનિટ
-- ટોયોટા: 14,162 યુનિટ 
-- હોન્ડા: 5,313 યુનિટ 
-- MG: 4,551 યુનિટ્સ 
-- રેનોલ્ડ 4,323 યુનિટ 
-- સ્કોડા: 4,009 યુનિટ

મહિન્દ્રા એપ્રિલમાં વેચાણની દ્રષ્ટિએ મારુતિ, હ્યુન્ડાઈ અને ટાટા પછી ચોથા નંબર પર રહી છે. મહિન્દ્રાના વેચાણમાં વાર્ષિક ધોરણે 56.83 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલ 2022માં મહિન્દ્રાએ 22,122 યુનિટ્સનું વેચાણ કર્યું હતું જ્યારે એપ્રિલ 2023માં મહિન્દ્રાએ 34,694 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

આ પણ વાંચો:
ડીઝલ કાર ખરીદવાનો પ્લાન હોય તો 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ છે 5 બેસ્ટ ડીઝલ કાર્સ
શરીરના આ ભાગ પર ગરોળી પડે ત્યારે મળે છે સત્તા, કયા હિસ્સા પર પડવાથી મળે છે લાભ
મચ્છરોના ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં લગાવો આ 5 છોડ, એક પણ મચ્છર આસપાસ નહીં ભટકે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news