શું તમે પણ મોબાઇલ પર આવતા બિનજરૂરી SMSથી પરેશાન છો, બંધ કરવા કરવું પડશે આ કામ

ટેલિકોમ ઓપરેટર ફ્રોડ અને બિનજરૂરી એસએમએસ રોકવા માટે બ્લોકચેન આધારિત મેકેનિઝમ અપનાવી રહ્યાં છે જેનો ત્રીજો ભાગ કંસેન્ટ એટલે કે સહમતિ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ ઓપરેટરોને તે અપનાવવાનું કહ્યું છે. 
 

શું તમે પણ મોબાઇલ પર આવતા બિનજરૂરી SMSથી પરેશાન છો, બંધ કરવા કરવું પડશે આ કામ

નવી દિલ્હીઃ શું તમે તમારા મોબાઇલ પર આવનાર બિનજરૂરી SMS થી પરેશાન છો? જો આવું હોય તો તમને જલદી તેમાંથી છૂટકારો મળી શકે છે. તમે તે નક્કી કરી શકો છો કે તમને કોણ એસએમએસ મોકલશે અને કોણ નહીં. તમે કંપની કે બ્રાન્ડને તે પણ કહી શકશો કે તમે ક્યા દિવસે અને ક્યા સમયે પ્રમોશન મેસેજ રિસીવ કરવાની સ્થિતિમાં હશો. તેમાં સમસ્યા તે છે કે તમારે 400,000 થી વધારે કંપનીઓને ખુદ તે જણાવવું પડશે કે તમે એસએમએસ રિસીવ કરવા ઈચ્છુક છો કે નહીં. આ તે કંપનીઓ છે જેની નજર સંભવિત ગ્રાહક તરીકે તમારા પર છે. 

ટેલિકોમ ઓપરેટર ફ્રોડ અને બિનજરૂરી એસએમએસ રોકવા માટે બ્લોકચેન આધારિત મેકેનિઝમ અપનાવી રહ્યાં છે જેનો ત્રીજો ભાગ કંસેન્ટ એટલે કે સહમતિ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ ઓપરેટરોને તે અપનાવવાનું કહ્યું છે. ઓપરેટર્સની દુનિયાના સૌથી મોટા બ્લોકચેન આધારિત સોલ્યૂશન ડિસ્ટ્રીબ્ટૂડેટ લેજર ટેક્નોલોજી (DLT) ના પ્રથમ બે એલિમેન્ટ્સને લાગૂ કરી દેવામાં આવ્યો છે. તેનો ઇરાદો દેશમાં એક અબજથી વધુ મોબાઇલ ફોન યૂઝર્સના એસએમએસ ટ્રાફિક પર નજર રાખવાનો છે. પરંતુ તેનો ત્રીજો એલિમેન્ટ એટલે કે યૂઝરની સહમતિ સૌથી પડકારજનક અને ટાઇમ ટેકિંગ પાર્ટ છે. તેનું કારણ છે કે આશરે 400,000 કંપનીઓ દરરોજ એક અબજ પ્રમોશનલ મેસેજ મોકલે છે. 

ત્રણ વર્ષ લાગશે
ભારતી એરટેલ, વોડાફોન ઈન્ડિયા, બીએસએનએલ અને એમટીએનએલની બ્લોકચેન સર્વિસ પ્રોવાઇડર Tanla Platforms ના ચેરમેનનું કહેવું છે કે એક અબજ કસ્ટમર્સ  400,000 કંપનીઓ માટે સંસેન્ટ આપશે તો તેમાં ભારે ડેટાબેસ તૈયાર થશે. ડીએલટીની અપલોડ કેપિસિટી 100 ટીપીએસ (Transactions per second) ની છે. એટલે કે 10 અબજ કંસેન્ટ અપલોડ કરવામાં ત્રણ વર્ષ લાગશે. સ્પષ્ટ છે કે આટલા લાંબા સમય સુધી તેને રોકી શકાય નહીં. તેમણે કહ્યું કે, ઓપરેટર્સને કંસોર્ટિયમ આ સમસ્યાને ઓછામાં ઓછા સમયમાં દૂર કરવા માટે કામ કરી રહ્યું છે. તેમાં Tanla સિવાય આઈબીએમ અને ટેક મહિન્દ્રા સામેલ છે. 

પરંતુ ટ્રાઈએ ત્રીજા તબક્કાને લાગૂ કરવા માટે ઓપરેટર્સ સમક્ષ કોઈ સમય મર્યાદા રાખી નથી. આ પ્રોજેક્ટમાં આઈબીએમ અને ટેક મહિન્દ્રા જીયોના પાર્ટનર છે. સ્વિગી, એમેઝોન, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને નાઇકી જેવી કંપનીઓ પોતાના એપ્સ કે ઇન સ્ટોર પરચેસ અને બિલિંગ દ્વારા સરળતાથી કસ્ટમરની સમહતિ લઈ શકે છે. પરંતુ દેશમાં આશરે 6.3 કરોડ નાના એકમ છે જે પોતાની માર્કેટિંગ જરૂરીયાતો માટે એસએમએસ રૂટનો ઉપયોગ કરવા ઈચ્છે છે કે કરે છે.

શું છે નવી સિસ્ટમનો ઇરાદો
ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે નવી સિસ્ટમનો ઇરાદો એસએમએસ દ્વારા થતા નાણાકીય ફ્રોડને રોકવાનો છે. પરંતુ સિમ બેસ્ટ રૂટથી આ કાર્ય ચાલી રહ્યું છે. સિમ બેસ્ટ રૂટનો મતલબ પર્સનલ મેસેજ છે જે ઓફિસિયલ હેડરની જગ્યાએ ફોન નંબરથી આવે છે. બેન્કરોને આશંકા છે કે ગ્રાહકોનો ડેટાબેસ બનાવવો અને તેને ટેલિકોમ કંપનીઓ અને સર્વિસ પ્રોવાઇડર જેવી થર્ડ પાર્ટી સાથે શેર કરવામાં નિજતા અને મૌલિક અધિકારના ઉલ્લંઘનનો ખતરો છે. જાણકારોનું કહેવું છે કે પ્રથમ બે તબક્કાના કડક નિયમ કોમર્શિયલ એસએમએસ ચેનલની ગ્રોથ માટે ઘાતક સાબિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news