મારુતિ ની આ સેડાન આગળ અમેઝથી લઈને વરના સુધી ફેલ, કિંમત 6.57 લાખ રૂપિયાથી શરૂ
મારુતિ સુઝુકી ડિઝાયર દેશમાં સેડાન લવર્સની ફેવરેટ કાર બની ગઈ છે, જેનું બજેટ 10 લાખ રૂપિયાથી ઓછું છે, તે હ્યુન્ડઈ ઓરા, હોન્ડા અમેઝ અને ટાટા ટિયાગોના મુકાબલે ડિઝાયર ખરીદવાનું પસંદ કરે છે. આવો તમને ટોપ 10 સેડાન કાર વિશે જણાવીએ.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં સેડાન કારોની લોકપ્રિયતા એટવી વધુ નથી, જેટલી એસયુવી અને બેચબેકની છે, પરંતુ ઘણા લોકો એવા છે, જેને સેડાન વધુ પસંદ આવે છે. તેવામાં તમે વિચારી રહ્યાં હશો કે આખરે ભારતમાં કઈ-કઈ એવી સેડાન છે, જેનું વેચાણ સૌથી વધુ થાય છે, આજે અમે તમને તેનાવિશે જણાવીશું. સૌથી પહેલા વાત મારૂતિ સુઝુકીની ડિઝાયર હંમેશાની જેમ પાછલા મહિને, જાન્યુઆરી 2024માં પણ સૌથી વધુ વેચાતી સેડાન કાર રહી. ડિઝાયરે હોન્ડા, હ્યુન્ડઈ, ટાટા, સ્કોડા અને ફોક્સવેગન સહિત બાકી કંપનીઓને પાછળ છોડી દીધી છે.
હવે વાત કરીએ પાછલા મહિને સૌથી વધુ વેચાનારી સેડાન કારોની તો મારુતિ સુઝુકીની ડિઝાયરને 16773 ગ્રાહકોએ ખરીદી. ડિઝાયરના વેચાણમાં વાર્ષિક રૂપથી 48 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2023માં 11317 લોકોએ મારૂતિ ડિઝાયર ખરીદી હતી. મારૂતિ સુઝુકીની ડિઝાયરની એક્સ શોરૂમ કિંમત 6.57 લાખ રૂપિયાથી શરૂ થઈ 9.39 લાખ રૂપિયા સુધી જાય છે.
હ્યુન્ડઈ ઓરા જાન્યુઆરી 2024માં બીજી સૌથી વધુ વેચાનારી સેડાન રહી, જેને 19 ટકાના વાર્ષિક વધારા સાથે 5516 ગ્રાહકોએ ખરીદી હતી. ત્યારબાદ ત્રીજા સ્થાને હોન્ડા અમેઝ રહી, જેને 2972 લોકોએ ખરીદી હતી. અમેઝના વેચાણમાં વાર્ષિક રૂપથી 47 ટકાનો ઘટાડો થયો છે.
હ્યુન્ડઈ વરના જાન્યુઆરીમાં ચોથી ટોપ સેલિંગ સેડાન રહી, જેને 2172 લોકોએ ખરીદી, વરનાના વેચાણમાં 118 ટકાનો વધારો વાર્ષિક રૂપે થયો છે. ત્યારબાદ ફોક્સવેગન વર્ચુસ રહી, જેને 36 ટકાના વાર્ષિક વધારા સાથે 1979 ગ્રાહકોએ ખરીદી હતી.
ટાટા ટિગોર જાન્યુઆરી 2024માં છઠ્ઠી સૌથી વધુ વેચાનારી સેડાન કાર રહી, જેને 1539 લોકોએ ખરીદી. ત્યારબાદ સ્કોડા સ્લાવિયાને 1243 ગ્રાહકોએ, હોન્ડા સિટીને 1123 ગ્રાહકોએ અને મારૂતિ સુઝુકીની સિયાઝને 363 ગ્રાહકોએ ખરીદી હતી. ટોપ 10માં છેલ્લા સ્થાને ટોયોટાની ક્રેમી રહી, જેને 312 લોકોએ ખરીદી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે