ભારતીયો સૌથી વધુ ઉપયોગ કરે છે આ 20 પાસવર્ડ, 1 સેકેન્ડથી ઓછા સમયમાં થઈ શકે છે ક્રેક
નોર્ડપાસે ભારતમાં સૌથી સરળ પાસવર્ડની યાદી જાહેર કરી છે. તેમાં 123456, admin, password, India@123 અને 1234567890 જેવા પાસવર્ડ સામેલ છે. અહીં કહેવામાં આવ્યું છે કે લોકો એકાઉન્ટ માટે સરળ પાસવર્ડ રાખવાને કારણે હેકિંગનો શિકાર થઈ રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ આજકાલ આપણી પાસે એટલા બધા એકાઉન્ટ્સ હોય છે કે તેના પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ થઈ જાય છે. તેવામાં લોકો સરળ પાસવર્ડ રાખે છે, જેને સરળતાથી યાદ રાખી શકાય. પરંતુ આમ કરવું ભારે પડી શકે છે. ઘણીવાર યૂઝર્સને જણાવવામાં આવે છે કે તેને પાસવર્ડના મામલામાં સાવચેત રહેવું જોઈએ કારણ કે સરળ પાસવર્ડ હેકર્સ આસાનીથી તોડી શકે છે કે પછી એકાઉન્ટ સાફ કરી શકે છે. પરંતુ ઘણા યૂઝર્સ આ ધ્યાન રાખતા નથી.
તાજેતરમાં નોર્ડપાસે એક લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં ભારતમાં સૌથી વધુ ઉપયોગ થનારા પાસવર્ડ વિશે ખુલાસો થયો છે. આ બધા પાસવર્ડ ખુબ સરળ છે અને તેને તોડી એકાઉન્ટમાં એન્ટ્રી કરી શકાય છે. જુઓ લિસ્ટ...
ભારતમાં સામાન્ય રીતે ઉપયોગ થનાર પાસવર્ડનું લિસ્ટ
1. 123456
2. admin
3. 12345678
4. 12345
5. password
6. Pass@123
7. 123456789
8. Admin@123
9. India@123
10. admin@123
11. Pass@1234
12. 1234567890
13. Abcd@1234
14. Welcome@123
15. Abcd@123
16. admin123
17. administrator
18. Password@123
19. Password
20. UNKNOWN
નોર્ડપાસે એક સર્વે કર્યો છે અને તેમાં કેટલીક વાત શેર કરી. સર્વેથી જાણવા મળ્યું છે કે ફાઈનાન્શિયલ સર્વિસ પ્લેટફોર્મના પાસવર્ડ સૌથી મજબૂત હોય છે. પરંતુ નોર્ડપાસ અનુસાર સ્ટ્રીમિંગ એકાઉન્ટમાં લોકો સરળ પાસવર્ડ સેટ કરે છે. Admin આવો બીજો પાસવર્ડ છે, જેનો ભારતમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.
લોકો નંબર્સને લઈને પણ પાસવર્ડ રાખે છે, જેમાં સૌથી મનપસંદ પાસવર્ડ 123456 છે. તેનો ભારતમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. નોર્ડપાસનું કહેવુ છે કે દુનિયાના સૌથી વધુ ઉપયોગ થનાર પાસવર્ડમાં આ નંબર્સની ટકાવારી 31 ટકા છે. India@124 પણ તેમાંછી એક છે અને તે પણ ખુબ કોમન પાસવર્ડ છે.
રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે બ્રાઉઝર પર સેવ કરવામાં આવેલા પાસવર્ડ વધુ સુરક્ષિત હોતા નથી. તેવામાં તમે પાસવર્ડને અન્ય જગ્યાએ સેવ રાખો જેથી તે સુરક્ષિત રહે. સિક્યોરિટીને લઈને નોર્ડપાસનું કહેવું છે કે આ વર્ષે તેના લિસ્ટમાં લગભગ 70 ટકા પાસવર્ડ એક સેકેન્ડથી ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. તેવામાં યૂઝર્સે તેવા પાસવર્ડ રાખવા જોઈએ, જે સરળતાથી ક્રેક ન થઈ શકે. તો એકાઉન્ટ પર હંમેશા ટૂ-સ્પેટ વરિફિકેશન ઓન રાખવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે