WhatsApp સ્ટેટસમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, યૂઝર્સને મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ

whatsapp voice notes for status: વોટ્સએપ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં આવતું ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેફોર્મ છે. પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને શાનદાર બનાવવા માટે એપ ડેવલપર્સ તેના પર નવા-નવા ફીચર્સ જોડતા રહે છે. હાલમાં વોટ્સેપ સ્ટેટસમાં નવું ઓપ્શન જોડવામાં આવ્યું છે. જે હાલમાં કેટલાંક બીટા યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. 

WhatsApp સ્ટેટસમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, યૂઝર્સને મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ

WhatsApp Status: વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર યૂઝર્સના એક્સપીરિયન્સને શાનદાર બનાવવા માટે નવા-નવા ફીચર્સ જોડતું જ રહે છે. એપ્લિકેશને હાલમાં જ પોલ, ઓનલાઈન સ્ટેટસ હાઈડ, ડીપી હાઈડ, કમ્યુનિટી સહિત અનેક નવા ફીચર્સ જોડ્યા છે. હવે એપ્લિકેશન પસંદગીના એન્ડ્રોઈડ બીટા યૂઝર્સ માટે નવું ફીચર રોલઆઉટ કરી રહ્યું છે. 

શું છે નવું ફીચર:
આ ફીચર વોટ્સએપ સ્ટેટસ એક્સપીરિયન્સને પહેલાથી શાનદાર બની શકે છે. જે યૂઝર્સને નવું અપડેટ મળશે, તે વોટ્સએપ સ્ટેટસમાં વોઈસ નોટ અપડેટ કરી શકશે. એટલે યૂઝર્સને વોટ્સએપ સ્ટેટસમાં વીડિયોની જેમ ઓડિયો પણ મૂકી શકશે. વોટ્સએપ પર જ્યારે તમે સ્ટેટસ અપડેટ કરશો તો તમને વોઈસ નોટનો એક ઓપ્શન મળશે. યૂઝર્સ ફોટો, ટેક્સ્ટ, વીડિયોની જેમ નવા ઓપ્શનને પણ યૂઝ કરી શકશે. 

કયા યૂઝર્સને મળશે નવું ફીચર:
WABetaInfoએ આ ફીચરને સ્પોટ કર્યુ છે. રિપોર્ટનું માનીએ તો બીટા વર્ઝન 2.23.2.8 પર યૂઝર્સને આ ફીચર મળી રહ્યું છે. યૂઝર્સને આ ઓપ્શન ટેક્સ્ટ સ્ટેટસ સેક્શનમાં જ મળશે. તેના પર તમે માત્ર 30 સેકંડ સુધીની વોઈસ નોટ મૂકી શકો છો. સ્ટેટસ મૂકતાં કોઈ રેકોર્ડિંગને પોસ્ટ કરતાં પહેલાં તમને ડિસ્કાર્ડનો એક ઓપ્શન મળશે. બીજા વોટ્સએપ ફીયર્સની જેમ જ વોઈસ નોટનું ફીચર પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની સાથે આવે છે. તેની સાથે તમને પ્રાઈવસીનું પણ ઓપ્શન મળશે. તેની મદદથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારું સ્ટેટસ જોઈ શકે છે અને કોણ નહીં. બીજા વોટ્સએપની જેમ જ આ સ્ટેટસ પણ 24 કલાકમાં ડિસએપીયર થઈ જશે.

ક્યાં સુધી આવશે સ્ટેબલ વર્ઝન પર અપડેટ:
એપ આગામી કેટલાંક સમયમાં આ ફીચરને બીજા યૂઝર્સ માટે રોલ આઉટ કરી શકે છે. જોકે તેને સ્ટેબલ વર્ઝન પર ક્યાં સુધી જોડાશે તેની જાણકારી મળી શકી નથી. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ બીજા ફીચર્સને પણ ટેસ્ટ કરી રહ્યા છે. વોટ્સએપ યૂઝર્સને ટૂંક સમયમાં નોટિફિકેશનમાં કોઈને બ્લોક કરવાનો શોર્ટકટ મળી શકે છે. તેને હાલમાં જ સ્પોટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news