Honor નું ટૂંક સમયમાં ભારતમાં પુનરાગમન, શાનદાર ફીચર્સથી સજ્જ ટેબલેટ વિશે જાણો

લાંબા સમયથી ભારતમાં ગાયબ Honor કંપની આખરે ફરી ભારતમાં આગમન કરી રહી છે. આ કંપની પોતાનો લેટેસ્ટ ટેબ લોન્ચ કરશે. Honor Pad 8માં મળશે 2K રિઝોલ્યુશન અને Snapdragon 680 પ્રોસેસર.

Honor નું ટૂંક સમયમાં ભારતમાં પુનરાગમન, શાનદાર ફીચર્સથી સજ્જ ટેબલેટ વિશે જાણો

નવી દિલ્લીઃ Honor લાંબા વિરામ બાદ ભારતમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. Honor Pad 8 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. Honor Pad 8નું ફ્લિપકાર્ટ પર વેચાણ કરવામાં આવશે. Honor Pad 8 ભારતમાં પણ એ જ સુવિધાઓ સાથે ઓફર કરવામાં આવશે જેની સાથે Honor Pad 8 વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું છે. Honor Pad 8માં 2K રિઝોલ્યુશન સાથે 12-ઈંચની LCD ડિસ્પ્લે મળશે. આ સિવાય Honor Pad 8માં Snapdragon 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

PhoneArenaના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે Honor Pad 8 ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, જોકે કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. Honor Pad 8 ગયા મહિને 1,399 મલેશિયા રિંગિટ એટલે કે લગભગ 24,600 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. Honor Pad 8 માત્ર 128 GB સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

Honor Pad 8ના સ્પેસિફિકેશન્સ-
Honor Pad 8માં MagicUI 6.1 છે. આ સિવાય તેમાં 12-ઈંચની LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1200x2000 પિક્સલ છે. ડિસ્પ્લેનો બોડી-ટુ-સ્ક્રીન રેશિયો 87 ટકા છે અને લો લાઈટ માટે TUV Rheinland દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. Honor Pad 8માં Snapdragon 680 પ્રોસેસર છે. ઓનરના આ ટેબમાં 128 જીબી સ્ટોરેજ છે.

Honor Pad 8ના કેમેરાની વાત કરીએ તો તેમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં પણ 5 મેગાપિક્સલનો કેમેરો છે. Honor Pad 8 કનેક્ટિવિટી માટે ડ્યુઅલ-બેન્ડ Wi-Fi અને બ્લૂટૂથ v5.1 સાથે OTG માટે સપોર્ટ ધરાવે છે. Honor Pad 8માં Honor Histen અને DTS:X Ultra માટે સપોર્ટ સાથે 8 સ્પીકર છે. તેની ડિઝાઇન યુનિબોડી છે. આ ટેબમાં 7250mAh બેટરી સાથે 22.5W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ટેબનું કુલ વજન 520 ગ્રામ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news