ભયંકર વાયરસથી ભરેલી છે આ ઢગલાબંધ Apps! તરત ડિલીટ કરો નહીં તો બગડી જશે તમારા 'ફોનની તબીયત'

આ એપ્સે માલવેર એટલે કે વાયરસને ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરવાની નવી ટ્રિક શોધી કાઢી છે. આ એપ્સમાં વાયરલ નાખવામાં નથી આવતો. આ એપ્સમાં એ પ્રકારથી આક્રમક એડ્સ દેખાડવામાં આવે છે. અને યૂઝર્સ જો આ એડ પર ક્લિક કરે તો માલવેર એટલે વાયરસ ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય છે.

ભયંકર વાયરસથી ભરેલી છે આ ઢગલાબંધ Apps! તરત ડિલીટ કરો નહીં તો બગડી જશે તમારા 'ફોનની તબીયત'

નવી દિલ્લીઃ એન્ડ્રોઈડ એપ્સ પોતાની સિક્યુરિટીને લઈને વિવાદમાં આવી જ જાય છે. ગૂગલ સમય સમય પર એવી એપ્સને ડિટેક્ટ કરે છે જે યુઝર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અને તેને પ્લેસ્ટોરથી રિમુવ કરે છે. આપને જણાવી દઈએ કે ગૂગલે એવી ખતરનાક એપ્સ ડિટેક્ટ કરી છે જેમા વાયરસ હતો. અને આ એપ્સના માધ્યમથી યુઝર્સના રૂપિયા ચોરવામાં આવતા હતા. આજે અમે આપને તે એપ્સ અંગે બતાવવા જઈ રહ્યાં છે. જો આપના સ્માર્ટફોનમાં આમાથી કોઈ પણ એપ્સ છે તો તરત જ ફોનથી ડિલીટ કરી દે જો.

સાયબર સિક્યુરિટી ફર્મ બિટફાઈન્ડરના બ્લૉગ પોસ્ટ અનુસાર, ગૂગલ પ્લે સ્ટોર પર 35 એન્ડ્રોઈડ એપ્સ મળી છે જે ખતરનાક છે. અને તેને 20 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપ્સ એટલી ખતરનાક છે કે તે પોતાની ઓળખ છુપાવવા માટે નામ બદલતા રહે છે. અને આઈકોનને પણ રિડીઝાઈન કરતા રહે છે.

એપ્સ ચોરી રહ્યાં છે રૂપિયા:
આ એપ્સે માલવેર એટલે કે વાયરસને ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરવાની નવી ટ્રિક શોધી કાઢી છે. આ એપ્સમાં વાયરલ નાખવામાં નથી આવતો. આ એપ્સમાં એ પ્રકારથી આક્રમક એડ્સ દેખાડવામાં આવે છે. અને યૂઝર્સ જો આ એડ પર ક્લિક કરે તો માલવેર એટલે વાયરસ ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય છે.

આ એપ્સ એડ્સ તો ઓરિજિનલ જ દેખાડે છે. જેથી તેમને એડની પણ કમાણી થાય છે. પરંતુ આ લોકો એડ્સને એ રીતે એડ્સને વાયરસ સાથે મિક્સ કરે છે. કે જો ભૂલથી પણ તે એડ પર ક્લિક કર્યું તો વાયરસ સીધો ડિવાઈસમાં આવી જાય છે. એક વાર જો વાયરસ આપના ડિવાઈસમાં ઈન્સ્ટોલ થઈ ગયો. પછી આ એપ્સ આપના સેંસેટિવ ડેટાને ટ્રેક અને આપના રૂપિયા ચોરવાનું કામ કરે છે. નીચે બતાવવામાં આવતી કોઈ પણ એપ આપના ફોનમાં છે તો તાત્કાલિક ડિલીટ  કરો.

Big Emoji Keyboard 100K
Walls light Wallpapers Pack
Engine Wallpapers Live & 3D
Grad Wallpapers 3D Backdrops
EffectMania Photo Editor
Stock Wallpapers 4K & HD
Fast Emoji Keyboard
Art Filter Deep Photoeffect
Math Solver Camera Helper
Create Sticker for Whatsapp
Led Theme Colorful Keyboard
Photopix Effects Art Filter
Smart Wifi
Keyboard Fun Emoji, Sticker
Image Warp Camera
My GPS Location
Cat Simulator
Art Girls Wallpaper HD
Colorize Old Photo
Smart QR Creator
Girls Art Wallpaper
GPS Location Finder
GPS Location Maps
Smart QR Scanner
Secret Horoscope
Volume Control
Animated Sticker Master
Smart GPS Location
Sleep Sounds
Personality Charging Show
Media Volume Slider
QR Creator
Colorize Photos
Phi 4K Wallpaper – Anime HD
Secret Astrology

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news