Car Driving Tips: ગાડી ચલાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ પાંચ ભૂલો, નહીં તો પડશે ભારે

હાલમાં ઓટોમેટિક કારનો ટ્રેન્ડ બજારમાં ધૂમ મચાવી રહ્યો છે પરંતુ હજી મોટાભાગના લોકોની પસંદ લાંબા ગાળા માટે મેન્યુઅલ ગિયરવાળી કાર પસંદ આવે છે. માર્કેટમાં સૌથી વધારે મેન્યુઅલ ગિયર બોક્સ સાથેની કાર જોવા મળે છે. કાર ચલાવી જ લેવી એ મહત્વની નથી પરંતુ કારને કેવી રીતે મેઈન્ટેઈન કરીને ચલાવવી એ પણ મહત્વનું છે.

Car Driving Tips: ગાડી ચલાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ પાંચ ભૂલો, નહીં તો પડશે ભારે

નવી દિલ્હીઃ મેન્યુઅલ ગિયરબોક્સવાળી કાર ચલાવવામાં આપણે ઘણીવાર કેટલીક ભૂલો કરી લઈએ છીએ જેનો આપણને અંદાજો હોતો નથી પરંતુ આ ભૂલોના કારણે કારના ગિયરબોક્સને નુકસાન થાય છે. વર્ષોથી ડ્રાઈવ કરનારાઓ આ બાબતો જાણતા હોય પરંતુ જે લોકો નવી નવી કાર શીખ્યા હોય અથવા થોડા વર્ષો થયા હોય કાર તે લોકો પાસે આ મહત્વની બાબતોની જાણકારી હોતી નથી.
આ 5 બાબતોનું ધ્યાન રાખો જ્યારે કાર ચલાવતા હોવ..

1. ગિયર લીવરને ન બનાવો આર્મરેસ્ટ( હાથને સપોર્ટ આપવાનું સ્ટેન્ડ)-
ઘણા લોકોને કાર ચલાવતા આદત હોય છે કે એક હાથ તેઓ સ્ટેયરિંગ પર મૂકી રાખતા હોય છે. ગિયર લીવરનો ઉપયોગ હાથ મૂકવા માટે ન થવો જોઈએ, કારણ કે મેન્યુઅલ ટ્રાન્સમિશન દરમિયાન આપણને ગિયર બોક્સ જ દેખાય છે પરંતુ તેનું Functioning આપણે નથી જોતા. ગિયર લીવરથી ગિયર ચેન્જ કરતા સ્થિર રહેવાવાળું સેલેકટર ફોર્ક રોટેટિંગ કોલરની તરફ દબાય છે અને કોલર ગિયર તેને એ પોઝિશનમાં દબાવે છે, જેથી આપણે ડ્રાઈવ કરી શકીએ છીએ. ગિયર લીવર પર હાથ રાખવાથી સેલેકટર ફોર્ક રોટેટિંગ કોલરના સંપર્કમાં આવી જાય છે અને ગિયર બદલવાની શક્યતા વધી જાય છે. આ કારણથી કાર ચલાવતા સમયે બંને હાથ સ્ટેયરિંગ પર રાખવા જોઈએ અને ગિયર બદલવાની જરૂર પડે ત્યારે હાથ ગિયરબોક્સ પર લાવો. આ બાબતનું ધ્યાન રાખવાથી તમે અને તમારી કાર બંને સુરક્ષિત રહેશે.

2. ક્લચ પેડલ પર સતત ન રાખો પગ-
કારના ક્લચ પેડલ પર તમારા પગને આરામ ન આપો, આ આદતના કારણે વધારે ઈંધણનો વ્યય થશે. આ રીતથી ટ્રાન્સમિશન એનર્જીને નુકસાન થવાની આશંકા રહે છે. જો તમને અચાનક બ્રેક લગાવવાની જરૂર પડે તેવી સ્થિતિમાં તમે ઉતાવળમાં બ્રેકની જગ્યાએ ક્લચ દબાવી દેશો જેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.

3. સ્ટોપ સિગ્નલ પર ગિયરમાં ન રાખો કાર-
સ્ટોપ સિગ્નલ પર તમે કારનું એન્જિંન બંધ રાખવા માગતા નથી, તો કારને ન્યૂટ્રલ પર રાખવી શ્રેષ્ઠ રહેશે. સ્ટોપ સિગ્નલ પર કારને ગિયરમાં રાખી હશે અને સિગ્નલ ખુલશે તો તમારો પગ ક્લચ પરથી લપસી જવાની શક્યતા રહેશે, જેનાથી કારને ઝટકો મળશે અને તે પોતાની રીતે આગળ વધી જશે. આ સ્થિતિમાં અકસ્માતની શક્યતા તો વધી જાય છે પરંતુ કારના એન્જિનને પણ નુકસાન થાય છે.

4. સ્પીડ વધારતા સમયે ગિયરબોક્સ ન કરો ધ્યાનથી ઉપયોગ-
કારની સ્પીડ પ્રમાણે તેને કયા ગિયરમાં રાખવી એ પણ મહત્વની છે. કારને ચોથા ગિયરમાં રાખશો અને સ્પીડ વધારે રાખશો તો તેનાથી એન્જિન પર દબાવ પડશે અને તે અવાજ કરવા લાગશે.  કારની સ્પીડ 50 પર હોય તો પાંચમો ગિયર પડેલો હોય તે અનિવાર્ય છે. ખોટા ગિયરમાં કાર ચલાવવાના કારણે એન્જિન ખરાબ થવાની શક્યતા રહે છે. કારના ગિયર કાયમ યોગ્ય RPM ( રેવોલ્યૂશન પ્રતિ મિનિટ) પર બદલાવો જોઈએ અને એ જ પ્રમાણે એક્સિલેટર દબાવવું જોઈએ.

5. પહાડી રસ્તાઓ પર ક્લચ પેડલ ન દબાવી રાખો-
સામાન્ય રીતે વાહનચાલકો પહાડી રસ્તાઓ પર વાહન ચલાવતા સમયે ક્લચ દબાવી રાખતા હોય છે અને તે યોગ્ય રીત નથી. આના કારણે કારમાં ગિયરનો કોઈ ઉપયોગ કરાતો નથી, ક્લચ દબાવી રાખશો અને આગળ ઢાળ હશે તો કાર પાછળ જવા લાગે છે. કારને ઢાળ ચઢાવતા ગિયરમાં જ રાખો અને ક્લચનો ઉપયોગ ફક્ત ગિયર બદલતા જ કરો. ક્લચને સતત દબાવી ન રાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news