iPhone Users માટે Good News, નવા આઈફોનની ડિઝાઈન અને ફીચર્સ થયા લીક, ઘેલા બન્યા લોકો

Apple તેની બહુપ્રતિક્ષિત iPhone 14 શ્રેણીના લોન્ચ માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં ચાર મોડલનો સમાવેશ થાય છે. જો કે, કોઈપણ સત્તાવાર જાહેરાત પહેલા, એક લીક થયેલા ડમીએ ટોપ એન્ડ મોડલ iPhone 14 Pro Maxના ડિઝાઇન જાહેર કરી છે. ડમી આઈફોન 14 પ્રો મેક્સના ફોટા ટિપસ્ટર ડુઆન રુઇ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યા હતા.

iPhone Users માટે Good News, નવા આઈફોનની ડિઝાઈન અને ફીચર્સ થયા લીક, ઘેલા બન્યા લોકો

નવી દિલ્લીઃ એપલ આઈફોન યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. Appleના નેક્સ્ટ જનરેશન iPhone 14ને લોન્ચ થવામાં અત્યારે ઘણો સમય છે. પરંતુ તેની સંભવિત તસ્વીરો સોશિયલ મીડિયામાં લીક થઈ છે. Apple iPhone 14 Pro Maxની ડિઝાઇન અને કેટલાક ફીચર્સ સામે આવ્યા છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યાં છે. એવું માનવામાં આવે છે કે આઈફોન 14ની સિરીઝ સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે છે. 

Apple તેની બહુપ્રતિક્ષિત iPhone 14 શ્રેણીના લોન્ચ માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં ચાર મોડલનો સમાવેશ થાય છે. જો કે, કોઈપણ સત્તાવાર જાહેરાત પહેલા, એક લીક થયેલા ડમીએ ટોપ એન્ડ મોડલ iPhone 14 Pro Maxના ડિઝાઇન જાહેર કરી છે. ડમી આઈફોન 14 પ્રો મેક્સના ફોટા ટિપસ્ટર ડુઆન રુઇ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યા હતા. ટ્વિટર પર આગામી આઇફોન મોડલના મેટાલિક ડમી મોડલની બે તસ્વીરો શેર કરવામાં આવી છે. જેમાં ફોનની ફ્રંટ અને બેક ડિઝાઈનને રિવીલ કરે છે. 

iPhone 14 Pro Maxની ફ્રંટ ડિઝાઈન-
ફોનના ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે iPhone 14 Pro Max મોડલમાં સેંટરમાં પિલ શેપ કટઆઉટ સાથે આગળના ભાગમાં પંચ હોલ કટઆઉટ જોવા મળે છે. બે કટઆઉટ દેખીતી રીતે ફ્રન્ટ-ફેસિંગ કેમેરા તેમજ તેની ફેસ આઈડી ટેકનોલોજી માટે જરૂરી સેન્સર માટે છે.

iPhone 14 Pro Maxની રિયર ડિઝાઈન-
આઈફોનના બેકમાં ટોચના કોર્નેરમાં 3 મોટા કેમેરા મોડ્યુલને જોવા મળશે. આ તસવીરો પરથી આપણે કહી શકીએ કે કેમેરાના મોડ્યુલ જૂના iPhone 13 Pro Max કરતાં મોટા છે. આ સિવાય, કેમેરા મોડ્યુલમાં ત્રણ મુખ્ય ઇમેજ સેન્સર અને એક LED ફ્લેશ છે. જો કે, આ મોડ્યુલ ToF 3D LiDAR સેન્સરથી સજ્જ હોવાની પણ અપેક્ષા છે.

આઈફોન 14 પ્રો મેક્સમાં પ્રાઈમરી કેમેરો 48-મેગાપિક્સલ મળી શકે છે. જ્યારે 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 12-મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા મળી શકે. iPhone 14 Pro Maxમાં 6.7-ઈંચની 120Hz રિફ્રેશ રેટ સાથે OLED ડિસ્પ્લે મળી શકે છે. આ આઈફોન બ્લેઝિંગ ફાસ્ટ A16 બાયોનિક ચિપસેટ સાથે આવી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news