Facebook ને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર: જાણો માર્ક ઝુકરબર્ગે કેમ લીધો આ નિર્ણય?

આગામી દિવસોમાં Facebookનું નામ બદલીને કંઈક બીજું કરી નાખવામાં આવશે. કંપની 28 ઓક્ટોબરે યોજાનારી કંપનીની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સ (Facebook New Name) માં આ વિશે જાહેરાત થઈ શકે છે.

  • 28 ઓક્ટોબરે યોજાનારી કંપનીની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત થઈ શકે છે.
  • ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસને લગતી કેટલીક મોટી જાહેરાત પણ કરી શકે છે
  • ફેસબુકનું નામ બદલવાનું કારણ

Trending Photos

Facebook ને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર: જાણો માર્ક ઝુકરબર્ગે કેમ લીધો આ નિર્ણય?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  Facebookને લઈને સામે આવેલા એક અહેવાલ અનુસાર કંપની ટૂંક સમયમાં જ તેનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. જી હા...  (Facebook India) તમને જાણીને આઘાત લાગશે કે આગામી દિવસોમાં Facebookનું નામ બદલીને કંઈક બીજું કરી નાખવામાં આવશે. કંપની 28 ઓક્ટોબરે યોજાનારી કંપનીની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સ (Facebook New Name) માં આ વિશે જાહેરાત થઈ શકે છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ કોન્ફરન્સમાં કંપની ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસ (Instagram, WhatsApp, Oculus)ને લગતી કેટલીક મોટી જાહેરાત પણ કરી શકે છે.

ધ વર્જના અહેવાલ અનુસાર, Facebookના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Facebook CEO Mark Zuckerberg) આગામી કેટલાક અઠવાડિયામાં Facebookના નવા નામની જાહેરાત કરી શકે છે. જોકે, કંપની દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ સમાચાર જાણીને યુઝર્સને આઘાત લાગ્યો છે કારણ કે આજે Facebook દરેકની પહેલી પસંદ બની ગયું છે, દરેકના મુખે છે. આજે Facebookના માધ્યમથી લોકો સાથે કનેક્ટ રહેવા સહિત ઘણા અપડેટ્સ  પ્રાપ્ત થતા રહે છે. આવી સ્થિતિમાં જો Facebookનું નામ બદલવામાં આવશે, તો યૂઝર્સને ચોક્કસપણે થોડું વિચિત્ર લાગશે.

ફેસબુકનું નામ બદલવાનું કારણ
સામાન્ય રીતે જોવા જઈએ તો Facebook તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત અથવા તો કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે જુલાઈમાં earning કોલ દરમિયાન જણાવ્યું હતું કે કંપનીનું ભવિષ્ય metaverseમાં છે અને કંપનીએ metaverseમાં 10 હજાર લોકોની નિંમણૂક કરી છે. માર્ક ઝુકરબર્ગ માને છે કે આવનારા સમયમાં લોકો ફેસબુકને માત્ર સોશિયલ મીડિયા કંપની તરીકે જ નહીં, પણ મેટાવર્સ કંપની તરીકે પણ ઓળખશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news