TATA લોન્ચ કરવા જઈ રહી છે સૌથી સસ્તી SUV, આપશે CRETA-DUSTERને ટક્કર
શાનદાર સુવિધાઓથી સજ્જ આ કાર લોકોના બજેટમાં ફિટ થશે, એટલું જ નહીં પણ આપને રોયલ એક્સપીરિયન્સ પણ મળશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ તેની લક્ઝુરિયસ SUV કારને ખૂબ જ જલ્દી ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ કાર એક મિડ સાઈઝ SUV હશે, જેને બ્લેકબર્ડ કોડ નેમ આપવામાં આવ્યું છે. શાનદાર સુવિધાઓથી સજ્જ આ કાર લોકોના બજેટમાં ફિટ થશે, એટલું જ નહીં પણ આપને રૉયલ એક્સપીરિયન્સ પણ મળશે.
આ કાર્સને આપશે ટક્કર
તાજેતરમાં જ આ કારની કેટલીક તસ્વીરો સામે આવી છે, જેને જોઈને કેટલાક લોકો આ કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ SUV ભારતીય બજારમાં હાજર હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ, નિસાન કિક્સ, રેનો ડસ્ટરને ટક્કર આપશે. અમારી સંલગ્ન સાઈટ ઈન્ડિયા.કોમ અનુસાર, ટાટાની આ SVUના બેઝ મોડલની કિંમત આશરે 10 લાખ રૂપિયા હોઈ શકે છે.
સફારી જેવી LED સિસ્ટમથી સજ્જ
રિપોર્ટ અનુસાર આ કાર હેરિયર અને સફારી જેવી LED સિસ્ટમથી સજ્જ હશે. ટાટા ALFA પ્લેટફોર્મ પર બ્લેકબર્ડ પણ વિક્સાવી રહી છે. નેક્સન અને અલ્ટ્રોઝ જેવા વાહનો પણ આ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ, જો આપણે એન્જિનની વાત કરીએ તો નેક્સનનું એન્જિન બ્લેકબર્ડમાં જોઈ શકાશે છે. નેક્સનમાં 1200 સીસી ટર્બો પેટ્રોલ એન્જિન અને 1500 સીસી ડીઝલ એન્જિન મળશે.
શાનદાર ફીચર્સથી સજ્જ હશે બ્લેકબર્ડ
બ્લૈકબર્ડના સંભવિત ફીચર્સની વાત કરીએ તો આ કારમાં આપને સનરૂફ, વેંટિલેટેડ સીટ્સ, ટચસ્ક્રીન મ્યૂઝિક સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જિંગ જેવા ફીચર્સ જોવા મળશે. આ કારની કિંમત ક્રેટા અને સેલ્ટોસ જેવી કારની આસપાસ હશે. આ કાર 2022માં લોન્ચ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે