આ છે ભારતની 2 સૌથી સુરક્ષિત SUV, મળ્યું 5-સ્ટાર રેટિંગ, નેક્સન, પંચ અને સ્કોર્પિયો પણ પાછળ

ભારતીય ગ્રાહકો વચ્ચે કેટલાક વર્ષોથી એસયુવી સેગમેન્ટની ડિમાન્ડમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. નોંધનીય છે કે દેશમાં થનાર કુલ કારના વેચાણમાં 50 ટકાથી વધુ ભાગીદારી એસયુવી સેગમેન્ટની છે. 
 

આ છે ભારતની 2 સૌથી સુરક્ષિત SUV, મળ્યું 5-સ્ટાર રેટિંગ, નેક્સન, પંચ અને સ્કોર્પિયો પણ પાછળ

નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી એસયુવી સેગમેન્ટની માંગમાં જોરદાર તેજી આવી છે. તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે દેશમાં થનારા કુલ કાર વેચાણમાં 50 ટકાથી વધુ ભાગીદારી એસયુવી સેગમેન્ટની છે. પરંતુ હવે ગ્રાહક મોટી અને બોલ્ડ એસયુવીની સાથે તેની સેફ્ટી પર પણ ખાસ ધ્યાન આપવા લાગ્યા છે. આ દ્રષ્ટિએ ટાટા પંચ, નેક્સન, વોક્સવેગન ટાઇગુન, સ્કોડા કુશાન અને મહિન્દ્રા સ્કોર્પિયો એનને સૌથી સેફ એસયુવી માનવામાં આવે છે. તેને પણ ગ્લોબલ NCAP એ ફેમેલી સેફ્ટી માટે 5- સ્ટાર રેટિંગ આપ્યું છે. પરંતુ ફેમેલી સેફ્ટીની દ્રષ્ટિએ ભારતની સૌથી સુરક્ષિત એસયુવી ટાટા સફારી અને ટાટા હેરિયર છે. 

5-સ્ટાર સેફ્ટીથી લેસ છે બંને એસયુવી
નોંધનીય છે કે ટાટા સફારી અને ટાટા હેરિયર  OMEGARC આર્કિટેક્ચર પર બેસ્ડ છે, જે લેન્ડ રોવરના D8 પ્લેટફોર્મથી લેવામાં આવ્યું છે. આ સિવાય એસયુવી 6 એરબેગ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) જેવા ફીચર્સથી પણ લેસ છે. બીજીતરફ ટાટા સફારી અને ટાટા હેરિયરને ગ્લોબલ NCAP એ ફેમેલી સેફ્ટી માટે 5 સ્ટાર રેટિંગ આપ્યું છે. બંને એસયુવીને એડલ્ટ સેફ્ટી માટે 34માંથી 33.05 પોઈન્ટ જ્યારે ચાઇલ્ડ સેફ્ટી માટે 49માંથી 45 પોઈન્ટ મળ્યા છે. આ સિવાય બંને એસયુવીને ભારત NCAP માં પણ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.

જો પાવરટ્રેનની વાત કરીએ તો બંને એસયુવીમાં એક જેવું 2.0 લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે  170PS નો મહત્તમ પાવર અને 350Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. નોંધનીય છે કે કારના એન્જિનમાં ગ્રાહકોને 6-સ્પીડ મેનુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળે છે. બીજીતરફ ટાટા સફારીની એક્સ-શોરૂમ કિંમત 16.19 લાખ રૂપિયાથી 27.34 લાખ રૂપિયા વચ્ચે છે. ટાટા હેરિયરની એક્સ-શોરૂમ કિંમત 15.49 લાખ રૂપિયાથી 26.44 લાખ રૂપિયા વચ્ચે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news