2024માં ટાટા કરશે મોટો ધમાકો, લોન્ચ કરશે 5 નવી SUV, હેરિયર ઈલેક્ટ્રિક પણ આવશે માર્કેટમાં

ટાટા મોટર્સ આગામી વર્ષે ભારતીય બજારમાં ઓછામાં ઓછી 5 નવી એસયુવી લોન્ચ કરી શકે છે, જે મિડસાઇઝ સેગમેન્ટમાં હશે અને તેમાં કર્વ તથા હેરિયરના ઈલેક્ટ્રિક મોડલની સાથે સફારી, હેરિયર અને કર્વના આઇસ એન્જિન મોડલ હશે. 

2024માં ટાટા કરશે મોટો ધમાકો, લોન્ચ કરશે 5 નવી SUV, હેરિયર ઈલેક્ટ્રિક પણ આવશે માર્કેટમાં

નવી દિલ્હીઃ આગામી નવું વર્ષ એટલે કે 2024 શરૂ થવામાં બસ ગણતરીના દિવસો બાકી છે. 2024 ઈન્ડિયન કાર માર્કેટ માટે ખાસ રહેવાનું છે. તે માટે વિદેશી કંપનીઓ સાથે દેશી કંપનીઓએ પણ કમર કસી લીધી છે. ટાટા મોટર્સ માટે પણ 2024 ખુબ મહત્વનું રહેવાનું છે, જ્યાં તે મિડસાઇઝ એસયુવી સેગમેન્ટમાં 5 ધાંસૂ પ્રોડક્ટ રજૂ કરવાની તૈયારીમાં છે અને તેમાં ઈલેક્ટ્રિક એસયુવી પણ છે. તો આવો તમને જણાવીએ આગામી વર્ષે ટાટા કઈ નવી કાર લોન્ચ કરશે.

ટાટા હેરિયર અને સફારીનું પેટ્રોલ મોડલ
ટાટા મોટર્સની બે સૌથી પાવરફુલ એસયુવી સફારી અને હેરિયરના પેટ્રોલ મોડલની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. આ વર્ષે હેરિયર અને સફારીના જ્યારે ફેસલિફ્ટ મોડલ રજૂ કર્યા, ત્યારે લોકોને લાગતું હતું કે કંપની તેના પેટ્રોલ એન્જિનનો વિકલ્પ રજૂ કરે પરંતુ તે બન્યું નહીં. હવે માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે જૂન-જુલાઈ સુધી સફારી અને હેરિયરને 1.5 લીટરના નવા ટર્બો એન્જિનની સાથે રજૂ કરી શકાય છે, જે પરફોર્મંસ અને પાવરના મામલામાં જબરદસ્ત હશે. 

ટાટા કર્વના પેટ્રોલ અને ઈલેક્ટ્રિક મોડલ આવશે
ટાટા મોટર્સની જે કારની લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે તે છે કર્વ. આ વર્ષે ઓટો એક્સપોમાં કર્વના ઈલેક્ટ્રિક મોડલને શોકેસ કરવામાં આવ્યું હતું અને બાદના મહિનામાં માહિતી આપી કે આ એસયુવીને આઈસી એન્જિન ઓપ્શનમાં પણ લોન્ચ કરી શકાય છે. ફ્યુચરિસ્ટિક લુક-ડિઝાઇન અને ધાંસૂ ફીચર્સવાળી આ એસયુવી પોતાના સેગમેન્ટમાં ક્રેટા અને કિઆ સેલ્ટોસની સાથે મારૂતિ સુઝુકીની ગ્રાન્ડ વિટારા સહિત અનેય મિડસાઇઝ એસયુવીને ટક્કર આપશે. ટાટા કર્વ ઈવીનો મુકાબલો મહિન્દ્રાની આગામી ઈલેક્ટ્રિક એસયુવી સાથે થશે. 

ટાટા હેરિયર ઈલેક્ટ્રિક પણ આવી રહી છે
તમને જાણીને ખુશી થશે કે આગામી વર્ષે હેરિયર ઈવી પણ લોન્ચ કરી શકાય છે, જે લુક-ડિઝાઇન અને ફીચર્સના મામલામાં આઈસી એન્જિન મોડલ જેવી હશે, પરંતુ તેમાં ઈલેક્ટ્રિક પાવરટ્રેન જોવા મળશે. હેરિયર ઈવીની સાથે ટાટા મોટર્સ ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાની સાથે ગ્રાહકોને વધુ વિકલ્પ આપવા માટે તૈયાર છે. હેરિયર ઈવીનો મુકાબલો આગામી હ્યુન્ડઈ ક્રેટા ઈવી સાથે થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news