સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો

Mobile cover harm: ફોન કવરનું કામ મોબાઈલની બોડીની સુરક્ષા માટે લગાવવામાં આવે છે. શરૂઆતથી જ બધાએ સાંભળ્યું હશે કે ફોન પર બેક કવર લગાવવાથી તેમાં સ્ક્રેચ થતા નથી અને સાથે જ તેનું પાછળની બોડી પણ સુરક્ષિત રહે છે. પરંતુ આજે અમે તમને તેના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો

Phone case disadvantage:  નવો સ્માર્ટફોન ખરીદતી વખતે આપણે તેની ખૂબ કાળજી રાખીએ છીએ. ફટાફટ સ્ક્રીન ગાર્ડ અને કવર લગાવીએ છીએ કારણ કે મોબાઈલ પોન પર કોઈ પણ પ્રકારના સ્ક્રેચ ના પડે. ફોનની બોડી પણ સુરક્ષિત રહે એ આપણો ઉદેશ્ય હોય છે. કોઈપણ જેની પાસે ફોન છે તે કવરના ફાયદાઓથી સારી રીતે વાકેફ હોવો જોઈએ. પરંતુ જો તમને કહેવામાં આવે કે ફોન કવરના ઘણા ગેરફાયદા છે, તો તમે કેવી પ્રતિક્રિયા આપશો?

ચોંકી ગયા ને તમે... ફોન પર કવર લગાવવાનો ફાયદો છે, પરંતુ તેના ઘણા મોટા ગેરફાયદા પણ છે. ચાલો જાણીએ ફોનના બેક કવરના શું ગેરફાયદા છે, જે જાણ્યા પછી તમે કદાચ ફોનનું કવર ફેંકી જશો…

1) કવર લગાવ્યા પછી ફોન ઝડપથી ગરમ થાય છે. ફોન ગરમ થવાને કારણે ઝડપથી હેંગ થાય છે અને વચ્ચે-વચ્ચે થોભીને ચાલવા લાગે છે.

2) કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ સામે આવ્યું છે કે ફોન પર કવર હોવાને કારણે ફોન ગરમ થવા લાગે છે, જેના કારણે ફોન ઝડપથી ચાર્જ થઈ શકતો નથી.

3) જો તમને સારી ગુણવત્તાનું ફોન કવર ન મળે તો બેક્ટેરિયા જમા થવાનું જોખમ રહેલું છે.

4) જો તમારું કવર મેગ્નેટનું છે તો તેના કારણે GPS અને Compassમાં પણ સમસ્યા થાય છે.

5) છેલ્લે, બીજો ગેરલાભ એ છે કે આજકાલ ફોન એક કરતાં વધુ ડિઝાઇન સાથે આવી રહ્યા છે. એટલા માટે જો તેના પર કવર લગાવવામાં આવે તો તેની ડિઝાઇન અને લુક બધું જ છુપાઈ જાય છે.

ઉકેલ શું છે?
કવરથી નુકસાન ટાળવા માટે, તમારે ચાર્જિંગ દરમિયાન કવર દૂર કરવું જોઈએ. ગેમ રમતી વખતે ફોનનું કવર હટાવી લેવું જોઈએ. આ સિવાય જો તમે લાંબા સમય સુધી વીડિયો શૂટ કરી રહ્યા હોવ તો તેના પહેલાં કવર હટાવી લેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news