SMARTPHONE: ભારતનો પહેલો MEDIATEK DIMENSITY 1200 પ્રોસેસર સાથેનો FLAGSHIP 5G ફોન લોન્ચ

4G બાદ સ્માર્ટફોનની દુનિયામાં 5G ધીરે ધીરે પ્રવેશી રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજ કંપનીઓ વચ્ચે સ્પર્ધા લાગી છે. આ વચ્ચે સ્માર્ટફોન કંપની રિયલમીએ પોતાનો વધુ એક 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

SMARTPHONE: ભારતનો પહેલો MEDIATEK DIMENSITY 1200 પ્રોસેસર સાથેનો FLAGSHIP 5G ફોન લોન્ચ

નવી દિલ્હીઃ 4G બાદ સ્માર્ટફોનની દુનિયામાં 5G ધીરે ધીરે પ્રવેશી રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજ કંપનીઓ વચ્ચે સ્પર્ધા લાગી છે. આ વચ્ચે સ્માર્ટફોન કંપની રિયલમીએ પોતાનો વધુ એક 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેમાં ભારતનું પહેલું MEDIATEK DIMENSITY 1200 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આવો જાણીએ આ ફોનની તમામ માહિતી.

રિયલમીએ પોતાનો 5G સ્માર્ટફોન X7 MAX 5G લોન્ચ કર્યો છે. REALME X7 MAX 5Gમાં સુપરફાસ્ટ MEDIATEK DIMENSITY 1200 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમજ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સિવાય આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે સુપર AMOLED FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. REALME X7 MAX 5G ચીનમાં લોન્ચ થયેલા REALME GT NEOનું રિબ્રાંડ વર્ઝન છે.

કિંમત-
REALME X7 MAX 5Gની શરૂઆતી કિંમત 26,999 રૂપિયા રાખવામાં આવી છે. આ વેરિયંટમાં ગ્રાહકને 8GB રેમ અને 128GB સ્ટોરેજ મળશે. જ્યારે બીજા વેરિયંટમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ મળશે. બીજા વેરિયંટની કિંમત 29,999 રાખવામાં આવી રૂપિયા છે. આ ફોન સ્ટિરોઈડ બ્લેક, મરકરી સિલ્વર અને મિલ્કી વે કલરમાં ઉપલબ્ધ થશે. આ ફોનની સેલ ફ્લિપકાર્ટ, ઓફલાઈન અને રિયલમીની વેબસાઈટમાં 4 જૂનથી થશે.

સ્પેસિફિકેશન-
REALME X7 MAX 5G ANDROID 11 પર આધારિત UI 2.0 છે. આ સિવાય ફોનમાં 6.43 ઈંચની સુપર AMOLED FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેની રિફ્રેશ રેટ 120Hz છે. જ્યારે ફોનની બ્રાઈટનેસ 1000 નિટ્સ છે. ફોનમાં ભારતનું પહેલું MEDIATEK DIMENSITY 1200 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

કેમેરા-
REALME X7 MAX 5Gના બેકમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 64 મેગાપિક્સલનો SONY IMX682 કેમેરો છે, જ્યારે બીજો 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ છે અને આખરે 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી-
REALME X7 MAX 5Gમાં 4500mAHની બેટરી આપવામાં આવી છે. ફોનને સુપરફાસ્ટ ચાર્જ કરવા માટે 65Wનું ફાસ્ટ સુપરડાર્ટ ચાર્જર આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે માત્ર 16 મિનિટમાં ફોન 0-50 ટકા ચાર્જ થઈ જશે.

અધર સ્પેસિફિકેશન્સ-
REALME X7 MAX 5Gમાં કનેક્ટિવિટી માટે 5G, 4G, WIFI 6, બ્લુટુથ 5.1, GPS/A-GPS, NFC, USB TYPE-C અને 3.5MM હેડફોન જેક આપવામાં આવ્યું છે. ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિંટ સેંસર આપવામાં આવ્યું છે. રિયલમીએ આ ફોનમાં સ્ટેનલેસ સ્ટીલ કુલિંગ સિસ્ટમ આપી છે. કંપનીનો દાવો છે કે આનાથી ફોન 42 ટકા સુધી કુલ રહેશે. ફોનમાં DOLBY ATMOS અને હાઈ રિઝોલ્યુશન ઓડિસો સિસ્ટમ આપવામાં આવી છે. આ ફોનમાં વોટર રેસિસ્ટંટ માટે IPX7ની રેટિંગ આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news