આઈ..લ્યા... ગજબ!!! દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા

Smallest AC For Summers: ComfyAir Window AC સૌથી નાનું એર કંડીશનર છે. આ એવું એસી છે, જેનો ઉપયોગ ગરમી અને ઠંડી બંનેમાં કરી શકાય છે. તેની કિંમત ખૂબ ઓછી છે. આવો જાણીએ ડિટેલ્સમાં... 
 

આઈ..લ્યા... ગજબ!!! દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા

ComfyAir window air conditioner: ComfyAir એ સૌથી નાના Window AC માટે કિકસ્ટાર્ટર ક્રાઉંડફંડિંગ કેમ્પેન ચલાવી રહી છે. અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોએ તેનું સમર્થન કર્યું છે. આ વિંડો એસી એટલા માટે ખાસ છે, કારણ કે આ ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ગરમ હવા ફેંકે છે. એટલે કે આખુ વર્ષ કામ આવશે. તેના 3 મોડલ્સ આવે છે, જે નાનકડી બારીમાં સરળતાથી ફિટ થઇ જાય છે. આવો જાણીએ ડિટેલમાં.. 

ComfyAir AC
આ એક નાનકડું એસી યૂનિટ છે જે રૂમને ઠંડો અને ગરમ બંને કરી શકે છે. તેને કિચન, નાના બેડરૂમ જેવી જગ્યાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નાનનકડી બારીમાં તેને સરળતાથી ફિટ કરી શકાય છે. તેને આડું અથવા ત્રાંસુ પણ લગાવી શકાય છે. તેમાં બે વિંડ સ્પીડ મળે છે, જે રૂમના ટેમ્પરેચરને 16 થી 30°C સુધી પહોંચાડી શકે છે. 

3 મોડલ્સ ઉપલબ્ધ
આ નાનકડા એસીને રિમોટ અથવા પછી બિલ્ટ ઇન બટન વડે સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. આ ત્રણ BTU કેપેસિટીમાં આવે છે. હવે તમે વિચારતા હશો કે બીટીયૂ શું હોય છે. તમને જણાવી દઇએ કે જેમ ભારતમાં એસીની કેપિસિટી જાણવા માટે ટનનો ઉપયોગ થાય છે. ઠીક એ જ રીતે બ્રિટીશમાં બીટીયૂનો ઉપયોગ થાય છે, જેનું ફૂલ ફોર્મ છે બ્રિટિશ થર્મલ યૂનિટ. એક ટન એટલે 12000 બીટીયૂ. 

ComfyAir ત્રણ મોડલમાં આવે છે - ComfyAir 3000, ComfyAir 6000 અને ComfyAir 9000. એટલે કે 1 ટન કરતાં ઓછું. ComfyAir 3000માં 880W કૂલીંગ અને 600W હીટિંગ પાવર છે, ComfyAir 6000માં 1,758W કૂલીંગ અને 1,500W હીટિંગ પાવર છે, અને ComfyAir 9000માં 2,637W કૂલીંગ અને 1,500W હીટિંગ પાવર છે. તમે તમારા રૂમ અનુસાર AC પસંદ કરી શકો છો.

કિંમત પણ વધુ નથી
ComfyAir 3000 window AC ની કિંમત 199 ડોલર (16 હજાર રૂપિયા) છે. ComfyAir 6000 અને 9000 મોડલની કિંમત US$229 (રૂ. 18,732) અને US$249 (રૂ. 20,368) છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news