6 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે સેમસંગનો Galaxy F22, જાણો કિંમત અને ખાસિયત

સેમસંગ ગેલેક્સી F22ને ભારતમાં 6 જુલાઈ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ અમુક દિવસ પહેલા જ ફ્લિપકાર્ડના માધ્યમથી આપી જાણકારી.
 

6 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે સેમસંગનો Galaxy F22, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ સેમસંગ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના ફીચર્સ અને કિંમતનો ખુલાસો થયો છે. સાથે જ કંપનીએ અમુક સ્પેસિફિકેશન્સની પણ જાણકારી આપી. આ હેન્ડસેટ 6.4 ઈન્ચ HD+ SAMLOAD ડિસ્પ્લેની સાથે આવશે. સાથે જ આમાં 90Hz રિફ્રેશ રેટ પણ મળશે. આ સ્માર્ટફોનને રિયરમાં ગ્રાહકો 48MP પ્રાઈમરી કેમરેની સાથે ક્વાડ કેમેરા સેટઅપ જોવા મળશે. આ બધાની સાથે આ સ્માર્ટફોનમાં 6,000mAHની બેટરી જોવા મળશે.

ભારતમાં આ સ્માર્ટફોન 90Hz HD + 48 MP ક્વાડ કેમેરા સેટઅપ જેવા ફિચર્સની સાથે લોન્ચ થશે. જાણો આ ફોનની ખાસિયતો વિશે. 

રિપોટના અનુસાર આ સ્માર્ટફોનને ગુગલ પ્લે કંસોલ વેબસાઈટ પરથી સ્પોટ કરવામાં આવ્યુ હતો. આ લિસ્ટિંગથી ખબર પડશે કે ફોન એન્ડ્રોઇડ 11 પર ચાલશે અને આમાં 4GB રેમની સાથે MEDIATEK HELIO G80 પ્રોસેસર મળશે.

સાથે જ તમને ખબર પડશે કે સેમસંગ હાલમાં જ ભારતમાં ગેલેક્સી A22 ને પણ લોન્ચ કર્યો છે. આ ફોન 6 GB + 118 GB વેરિએન્ટની કિંમત 18,499 રૂપિયા રાખવામાં આવી છે. આ બ્લેક અને મિંટ કલરના ઓપ્શન સાથે મળશે. આમાં 90Hz AMOLED ડિસ્પ્લે, ઓક્ટા-કાર પ્રોસેસર અને 48MP ક્વાડ કેમેરા સેટઅપ જેવા ફિચર્સ પણ જોવા મળશે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news