જલદી જ લોન્ચ થશે સેમસંગનો આ દમદાર બેટરીવાળો ફોન, કેમેરો પણ હશે શાનદાર
કંપનીએ તેને પોતાની ગેલેક્સી સીરીઝમાં જ ઉતાર્યો છે અને તેને M41 નામ આપ્યું છે. જો આ ફોન લોન્ચ થાય છે તો પછી કંપનીના ઇતિહાસમાં આ પહેલો એવો ફોન હશે, જેની આટલી મોટી બેટરી હશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં ચીની એપ્સ અને સામાનનો બહિષ્કાર કરવાની ચળવળ શરૂ થયા બાદ અન્ય મોબાઇલ કંપનીઓ માટે ખૂબ સરસ તક મળી ગઇ છે. દક્ષિણ કોરિયાઇ કંપની સેમસંગ (Samsung) પણ જલદી જ ભારતીય બજારમાં એક નવો ફોન લોન્ચ કરવા જઇ રહી છે, જેમાં ગ્રાહકોને દમદાર બેટરી સાથે વધુ મેગાપિક્સલનો કેમેરો પણ મળશે.
આ ફોન અત્યારે એક સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવા મળ્યો છે. કંપનીએ તેને પોતાની ગેલેક્સી સીરીઝમાં જ ઉતાર્યો છે અને તેને M41 નામ આપ્યું છે. જો આ ફોન લોન્ચ થાય છે તો પછી કંપનીના ઇતિહાસમાં આ પહેલો એવો ફોન હશે, જેની આટલી મોટી બેટરી હશે.
આટલી હશે બેટરી
જાણકારોના અનુસાર આ ફોનમાં 6800 mAh ની બેટરી હશે. સામાન્ય રીતે આ મોટી બેટરી કોઇ ટેબલેટમાં હોય છે. 3C સર્ટિફિકેશન વેબસાઇટ પર લીક થયેલી જાણકારી અનુસાર આ બેટરીને Ningde Amperex Technology Limited એ બનાવી છે. તેના અનુસાર વજનમાં પણ આ ફોન અન્ય ફોનની તુલનામાં ભારે હશે.
મેગાપિક્સલનો કેમેરો અને પ્રોસેસર
લીક થયેલી જાણકારી અનુસાર આ ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વોડ કેમેરો અને Exynos 9630 processor હશે. આ ફોન ગેલેક્સી એમ31 સીરીઝનું રિપ્લેસ કરશે. આ ફોનમાં 6.4 ઇંચની સુપર એમોલેડ ઇનફિટી યૂ ડિસ્પ્લે 2340*1080 રિઝોલ્યૂવેશ સાથે હશે. તેમાં સેમસંગ વનનું યૂઝર ઇન્ટરફેસ હશે જે એન્ડ્રોઇડ 10 સાથે ચાલશે.
મળશે ચાર કેમેરા
ફોનમાં રિયરમાં 64 એમપીનો પ્રાઇમરી કેમેરો, 8 એમપીનો વાઇડ એંગલ, 5 એમપીનો ડેપ્થ કેમેરો અને 5 એમપીનો માઇક્રો કેમેરા હશે. ફ્રન્ટમાં 32 એમપીનો કેમેરો 32 એમપીનો કેમેર્રો સેલ્ફી લેવા માટે હશે. તેની સાથે જ 15 વોટના ફાસ્ટ ચાર્જિંગ અને ફિંગરપ્રિંટ સેન્સર સાથે સી-સપોર્ટ ચાર્જિંગ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે