Factory Data Reset કરીને જૂનો ફોન વેચી દેશો તો નહીં ચાલે! ફોન વેચતા પહેલાં આ સ્ટેપ્સ ફોલો કરો
સ્માર્ટફોન વેચતા પહેલા માત્ર ફેક્ટરી રિસેટ કરવું જ જરૂરી નથી, આના સિવાય પણ તમારે કેટલીક વસ્તુ પર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે ગેલેરીમાં રહી ગયેલા પર્સનલ ફોટોઝ લીક થઈ શકે છે. આવો જાણીએ સમગ્ર માહિતી.
Trending Photos
નવી દિલ્હીઃ માત્ર ફેક્ટરી ડેટા રિસેટ કરી ફોન વેચતા હોવ તો થઈ જાવ સાવધાન, તમારો ડેટા ફરી રિકવર થઈ શકે છે. સ્માર્ટફોન વેચતા પહેલા માત્ર ફેક્ટરી રિસેટ કરવું જ જરૂરી નથી, આના સિવાય પણ તમારે કેટલીક વસ્તુ પર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે ગેલેરીમાં રહી ગયેલા પર્સનલ ફોટોઝ લીક થઈ શકે છે. આવો જાણીએ સમગ્ર માહિતી. ફેસ્ટિવ સિઝન સેલની શરૂઆત થવાની તૈયારી છે. તેવામાં જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર ફોન વેચ્યા બાદ યુઝરના ડેટાની ચોરી થઈ જાય છે.
તમારા ફોનમાં રાખેલા પ્રાઈવેટ ફોટા લીક ન થાય તે માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉદાહરણ તરીકે તમારા ફોનને વેચતા પહેલા ફેક્ટરી ડેટા રિસેટ માર્યું છે. જો કે ફેક્ટરી ડેટા રિસેટ કર્યા બા પણ જેને તમે ફોન વેચ્યો છે તે તમને નુકસાન પહોંચાડી શકે છે. મોટા ભાગે તો આ પ્રક્રિયાથી ફોન ક્લિન થઈ જાય છે, જો કે આ પ્રક્રિયા બાદ પણ ડેટા રિકવર થઈ શકે છે. કોઈ સાઈબર ક્રિમિનલ અથવા પ્રોફેશનલ રિકવરી ટૂલની મદદથી તમારો ડેટા એ ફોનમાં ફરી રિકવર થઈ શકે છે. સોફ્ટવેરની મદદથી જો ડેટા રિકવરી ન થાય તો મેમરીને કાઢી ફિઝિકલ રીતે રિકવરી કરવામાં આવી શકે છે.
ડેટા રિકવરી કંપનીઓ એને હેકર્સ પાસે ડિસ્કથી ડેટા ફેચ કરવાના ટુલ્સ હોય છે. આ ટુલ્સની મદદથી ફેક્ટરી ડેટા રિસેટ કર્યા બાદ પણ ફોન અથવા લેપટોપમાંથી ડેટા રિકવર થઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે બીજી રીત અપનાવવી પડી શકે.સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાંથી બેકઅપ લઈ લો. બેકઅપ બાદ તમારા એન્ડ્રોઈડ ફોનને ફેક્ટરી ડેટા રિસેટ કરો. ત્યારબાદ તમારે ડેટા ઓવરરાઈટ કરવો પડશે. ફેક્ટરી ડેટા રિસેટ કર્યા બાદ ફોન તો ક્લિન થઈ જશે. ત્યારે હવે આ સ્માર્ટફોનમાં જંક ફાઈલ ભરી દો. અથવા તમારી પાસે એવી કોઈ વીડિયો ફાઈલ છે જે પબ્લિક ડોમેનમાં છે તો તેને ફોનમાં નાખી દો. ધ્યાન રહે કે ફોનની મેમરી ફુલ કરવાની છે. અનેક ફાઈલ્સ અને વીડિયો અપલોડ કર્યા બાદ ફરી એકવાર ડેટા વાઈપ કરવો પડશે. ફાઈલ ડિલીટ કરીને ફરી ફોનને ફેક્ટરી ડેટા રિસેટ કરો. ત્યારબાદ તમે તમારા ફોન અથવા ટેબલેટને વેચી શકો છો. મેમરી કાર્ડને બહાર કાઢવાનું ન ભૂલતા. મેમરી કાર્ડ સાથે ડિવાઈસ વેચી રહ્યાં છો તો આજ સ્ટેપ્સ ફોલો કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે