Best Selling Car: કાર ખરીદવાની છે? તો આ કંપની આપી રહી છે કાર પર બંપર ડિસ્કાઉન્ટ, સેકન્ડ હેન્ડ કારના ભાવમાં ઘરે લાવો નવી કાર

Car Discount Offer: જો તમે ઓછા ખર્ચે કારના માલિક બનવા ઇચ્છો છો તો આ સમયે તમારા માટે ગોલ્ડન પિરિયડ છે. હાલ તમે સેકન્ડ હેન્ડ કારની કિંમતમાં નવી નક્કોર કાર ખરીદી શકો છો. કારણ કે આ કંપની પોતાની કાર ઉપર 65 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. 

Best Selling Car: કાર ખરીદવાની છે? તો આ કંપની આપી રહી છે કાર પર બંપર ડિસ્કાઉન્ટ, સેકન્ડ હેન્ડ કારના ભાવમાં ઘરે લાવો નવી કાર

Car Discount Offer: જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય પણ બજેટ તમારા માટે ચિંતાનો વિષય હોય તો આજે તમને આ ચિંતાનું સમાધાન જણાવીએ. કારણ કે 30 જૂન સુધી રેનોલ્ટ કંપની પોતાની કાર 4 બેસ્ટ સેલિંગ કાર પર બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે ઓછા ખર્ચે કારના માલિક બનવા ઇચ્છો છો તો આ સમયે તમારા માટે ગોલ્ડન પિરિયડ છે. હાલ તમે સેકન્ડ હેન્ડ કારની કિંમતમાં નવી નક્કોર કાર ખરીદી શકો છો. કારણ કે આ કંપની પોતાની કાર ઉપર 65 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. 

ભારતમાં આ કંપનીની ત્રણ કાર ખૂબ જ વેચાઈ રહી છે. આકારમાં Kwid, Triber અને Kiger કારનો સમાવેશ થાય છે. આ કાર ઉપર ભારતમાં બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જેના કારણે તમે ઓછા ખર્ચે કાર ખરીદી શકો છો. કારમાં ડિસ્કાઉન્ટની સાથે કંપની ગિફ્ટ તરીકે એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને લોયલ્ટી બોનસ પણ આપી રહી છે.

આ પણ વાંચો:

Kiger

આ કાર કંપનીની સૌથી કોમ્પેક્ટ એસયુવી છે. આ કાર ઉપર કંપની 65 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે જેમાં 20,000 રૂપિયા એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, 25000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને 10,000 નું લોયલ્ટી બોનસ મળશે. આ કારની કિંમત સાડા છ લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Kwid

કંપનીની આ સૌથી સસ્તી કાર છે. 30 જૂન 2023 સુધી આ કાર ઉપર 57 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં 15000 રૂપિયા એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, 12000 કેશ ડિસ્કાઉન્ટ અને 10,000 લોયલ્ટી બોનસનો સમાવેશ થાય છે. આ કારની કિંમત 4,70,000 રૂપિયાથી શરૂ થાય છે.

Triber

કંપનીની 7 સીટર કાર દેશની સૌથી સસ્તી એમપીવી છે. 30 જૂન 2023 સુધીમાં આ કાર ઉપર 45 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં 20,000 એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, 15000 કેસ ડિસ્કાઉન્ટ અને 10,000 લોયલ્ટી બોનસનો સમાવેશ થાય છે આ કારની કિંમત 6,33,000 રૂપિયાથી શરૂ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news